________________
(૧) ધ્રુવબંધી - જે પ્રકૃતિ પોતાનો બંધહેતુ હોય ત્યાં સુધી સતત બંધાય, તે પ્રકૃતિ ધ્રુવબંધી કહેવાય. દાવત મિથ્યાત્વમોહનીય મિથ્યાત્વબંધહેતું હોય ત્યાં સુધી સતત બંધાય છે. તેથી મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી કહેવાય.
અથવા.. જે પ્રકૃતિ પોતાના બંધવિચ્છેદસ્થાન સુધી સતત બંધાય, તે પ્રકૃતિ ધ્રુવબંધી કહેવાય. દાત૦ મિથ્યાત્વમોહનીય મિથ્યાત્વગુણઠાણા સુધી સતત બંધાય છે. તેથી મિથ્યાત્વમોહનીય ધ્રુવબંધી કહેવાય.
) અધ્રુવબંધી :- જે પ્રકૃતિ પોતાનો બંધહેતુ હોવા છતાં પણ ક્યારેક બંધાય અને ક્યારેક ન બંધાય, તે પ્રકૃતિ અધૂવબંધી કહેવાય. દાત) અશાતા વેદનીય મિથ્યાત્વાદિબંધહેતુની હાજરીમાં પણ ક્યારેક બંધાય છે અને ક્યારેક નથી બંધાતી. તેથી અશાતાવેદનીય અધુવબંધી કહેવાય.
અથવા... જે પ્રકૃતિ પોતાના બંધવિચ્છેદસ્થાન સુધી ક્યારેક બંધાય અને ક્યારેક ન બંધાય, તે પ્રકૃતિ અધુવબંધી કહેવાય. દાવત) અશાતાવેદનીય પ્રમત્તગુણઠાણા સુધી ક્યારેક બંધાય છે અને કયારેક નથી બંધાતી. તેથી અશાતા અધુવબંધી કહેવાય.
(૩) ધ્રુવોદયી - જે પ્રકૃતિનો વિપાકોદય પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી દરેક જીવોને સતત હોય, તે પ્રકૃતિ ધ્રુવોદયી કહેવાય. દાવત મિથ્યાત્વમોહનીયનો વિપાકોદય મિથ્યાત્વગુણઠાણા સુધી દરેક મિથ્યાષ્ટિજીવને સતત હોય છે. તેથી મિથ્યાત્વમોહનીય ધ્રુવોદયી કહેવાય.
(૪અધૂવોદયી - જે પ્રકૃતિનો વિપાકોદય પોતાના ઉદયવિચ્છેદસ્થાન સુધી ક્યારેક હોય અને ક્યારેક ન હોય, તે પ્રકૃતિ અધ્રુવોદયી કહેવાય. દાત) અશાતાનો વિપાકોદય ચૌદમાગુણઠાણા સુધી ક્યારેક હોય છે, અને ક્યારેક નથી હોતો. તેથી અશાતા અધ્રુવોદયી કહેવાય. . (૫) ધ્રુવસત્તાક :- જે પ્રકૃતિની સત્તા સમ્યકત્વાદિવિશિષ્ટગુણો પ્રાપ્ત ન કર્યા હોય એવા દરેક જીવોને સતત હોય, તે પ્રકૃતિ ધ્રુવસત્તાક કહેવાય. દાવત) મિથ્યાત્વમોહનીયની સત્તા સમ્યકત્વાદિ
ધી કહેવાય,