________________
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ
શ્રી ગૌતમસ્વામિને નમઃ શ્રી ભદ્ર- ૐકાર ગુરુભ્યો નમઃ
! નમ:
(શતકનામપંચમકર્મગ્રંથ
મંગલાચરણ :नमिय जिणं धुवबंधोदयसत्ताघाइपुन्नपरियत्ता । सेयर चउह विवागा, वुच्छं बंधविह सामी य ॥ १॥ नत्वा जिनं ध्रुवबन्धोदयसत्ताघातिपुण्यपरिवृत्ताः । सेतराश्चतुर्धाविपाका वक्ष्ये बन्धविधान् स्वामिनश्च ॥ १॥
ગાથાર્થ - શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરીને ધ્રુવબંધી, ધ્રુવોદયી, ધ્રુવસત્તાક, ઘાતી, પુણ્ય અને પરાવર્તમાન પ્રવૃતિઓ પ્રતિપક્ષીપ્રકૃતિ સહિત તથા ચાર પ્રકારે વિપાકી, ચાર પ્રકારે બંધવિધિ, ચાર પ્રકારે બંધસ્વામિત્વ, ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીને કહીશ.
વિવેચન - ગ્રન્થકાર ભગવંત શ્રીદેવેન્દ્રસૂરિમહારાજા ગ્રન્થની રચનારૂપકાર્ય નિર્વિબતાથી પૂર્ણ કરવા માટે “મિર નિu" પદથી શ્રી જિનેશ્વર ભગવંતને નમસ્કાર કરવાદ્વારા મંગલાચરણ કરી રહ્યા છે.
અનાદિકાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહેલા જીવો કર્મની કઈ કઈ અવસ્થાથી યુક્ત છે અને તે અવસ્થાઓમાંથી કેવી રીતે મુક્ત થવાય? એ જિજ્ઞાસાનું સમાધાન કરતાં ગ્રન્થકાર ભગવંત “યુવાવયોત્તિ ' પદથી ધ્રુવબંધી, અધુવબંધી, ધ્રુવોદયી, અધુવોદયી, ધ્રુવસત્તા, અપ્રુવસત્તા, ઘાતી, અઘાતી વગેરે કર્મની અવસ્થાનું અને તે તે અવસ્થામાંથી મુક્ત કરનારી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનું વર્ણન કરી રહ્યાં છે.