________________
OOO
OS
ભણાવવાના કાર્યમાં ક્યાંય પાછા પડે નહીં તેવા સંસ્કાર અને ચારિત્રયુક્ત શિક્ષકો અને વિદ્વાનો તૈયાર કર્યા છે. ઘણી ઘણી સંસ્થાઓનાં ઉદ્દેશો, બંધારણો, નીતિનિયમો, વહીવટ અને કાર્યક્ષેત્ર સમય બદલાય તેમ બદલાઈ જાય છે. જ્યારે આ એક જ પાઠશાળા એવી છે કે જેનાં ઉદ્દેશો, બંધારણો વગેરે પૂર્વકૃત જેમ છે તેમ જ ચાલ્યાં આવે છે. કાળના નામે સુધારા-વધારા કરી જૈન શાસનને અનુચિત કંઈ પણ કામ કર્યું નથી. જૈનશાસનની આજ્ઞા જેવી છે. તેવી જ સાચવી છે. એ જ આ સંસ્થાની શ્રેષ્ઠ મહત્તા છે.
શેઠ શ્રી વેણીચંદભાઈના કાળે પણ નાણાકીય વહીવટ અતિશય ચોખ્ખો હતો. સંસ્થાના પગારદાર માણસ પાસે પોતાનું એક પણ કામ કરાવતા નહીં, એક પૈસો પણ ખવાઈ જવાની વાત તો બાજુ ઉપર રહી, પરંતુ ખોટો ખર્ચાય જ નહીં તેની પૂરેપૂરી કાળજી રાખતા. ત્યાર બાદ એક પછી એક વહીવટદારો એવા જ ઉત્તમ, નિઃસ્પૃહી અને લાગણીશીલ જ આવ્યા છે કે જે સંસ્થાના નાણાકીય વ્યવહારની શોભા વધારે, છેલ્લે કેટલાંક વર્ષોથી શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈએ તો આડાઅવળાં ખાતાં, અને ઓછી આવકવાળા ઇન્વેસ્ટને દુરસ્ત કરીને આ સંસ્થાનો નાણાકીય વ્યવહાર સરળ, સ્પષ્ટ, અને સધ્ધર બનાવેલ છે જે વિગતનો રિપોર્ટ પાના નં.....થી ... સુધીમાં જોઈ શકાશે.
- આ ગ્રંથ તૈયાર કરવામાં અનેકનો સહયોગ પ્રાપ્ત થયો છે. તે સહુનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. શતાબ્દી મહોત્સવ પ્રસંગે જૈન શાસનના નામાંકિત શ્રેષ્ઠિઓ અને દાનવીરોએ પાઠશાળાની પ્રવૃત્તિને વેગ મળે તે માટે છૂટા હાથે દાન આપ્યું છે તે બદલ તેમના આભારી છીએ. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને સંસ્થામાંથી તૈયાર થયેલા પંડિતજીઓએ માતૃસંસ્થાને તનમન અને ધનથી યથાશક્ય સહયોગ આપ્યો છે તે કેમેય વિસરાય તેમ નથી.
આ ગ્રંથ તૈયાર કરવા માટે સહુએ યથાશક્તિ અને યથામતિ પ્રયાસ કર્યો છે. છતાંય કયાંય ક્ષતિ રહી જવા પામી હોય તો મિચ્છામિ દુક્કડમ્. જે કોઈ ક્ષતિઓ તરફ અમારું ધ્યાન દોરશે તેના અમે આભારી થઈશું. મુદ્રણકાર્ય યથાશક્ય શુદ્ધ થાય તે માટે શક્ય પ્રયાસો કર્યા છે તેથી અપ્રત્યાશિત વિલંબ થયો છે તે માટે અમે ક્ષમા માંગીએ છીએ.
સંપાદક મંડળ
Jain Education International
-
For Private & Personal Use Only
www.jainelibrary.org