Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
ખોટ નથી—એમ બુદ્ધિથી હું સમજું છું. પણ રોજબરોજ જે બધું અથડાયા કરે છે. તેથી
આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? કઈ દિશા ? એવો અવાજ ઊઠ્યા કરે છે. સ્વાથ્ય ઢીલું પડ્યું, આવજા અટકી ગઈ, માત્ર તેના જ પરિણામ લેખે આ ઘટાવી શકાય તેમ નથી. હું બધી વસ્તુમાં ઓછોવધતો રસ લઈ શકતો, તેની જગ્યાએ
Withdrawal ની મનોદશા પ્રભાવક બનવા લાગી છે. આ વિષના મારણ તરીકે તમારી પાસે જે નોળવેલ છે, તે મારી પાસે નથી. “નાભિનંદતિ ન લેષ્ટિ ન શોચતિ ન કાંતિ', “દુઃખેડૂબુદ્વિગ્નમનઃ સુખેષ વિગતસ્પૃહદ' - એ બધું કંઠસ્થ છે, પણ “શા માટે' એવો અવાજ સંભળાતો રહે છે. ....બધા દાર્શનિકોને - ભક્તોને નહીં- જે દુરિતના, અનિષ્ટના તત્ત્વ પજવ્યા છે, તેનું સમાધાન તો જાતે જ ટૂંઢવું રહ્યું.” (પત્ર - ૧૩૬).
આ શબ્દોમાંથી ટપકતો વિષાદ એ “ઉગકે “ડિપ્રેશન' નથી. એ તો છે યાતના, એક આખા ને આખા યુગની અને સમાજની બદલાઈ ગયેલી કે બદલાતી તાસીર અને તસ્વીરના સૂક્ષ્મ અને સ્વાનુભવાત્મક નિરીક્ષણની ફલશ્રુતિરૂપે યુગચિંતક-માનસમાં વ્યાપેલી યાતના. એને ‘વિષાદયોગ” એવું નામ અવશ્ય આપી શકાય.
અને આવી સાત્ત્વિક યાતનાને કારણે મિત્રનું હૃદય ભાંગી પડે એ, સર્વ સ્થિતિમાં “પરમ'નો અનુગ્રહ અનુભવનારા કવિવર શું બરદાસ્ત કરી લે ? એ તો અંગારા પર વળવા માંડેલી રાખને ફૂંક મારીને ઉડાડી મૂકતા હોય અને અંગારાને પાછો ચેતવતા- વધુ પ્રજ્વલિત બનાવતા હોય તેવી અદાથી, મિત્ર પર પેલી “નોળવેલ” મોકલી આપે છે :
પહેલી જ વાર તમારા પત્રમાં વિષાદ અને નિરર્થકતાની છાયા પડી.... આપણે એવા વાતાવરણમાં જીવવાનું આવ્યું છે કે વિષાદ ન થાય અને નિરર્થકતા ન લાગે તો જ નવાઈ. સાત્ત્વિક પ્રવૃત્તિમાં પણ વિઘાતક બળોનું જ ચડી વાગે છે. આપણા મનમાં ઊઠતા પ્રશ્નો : આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? આપણને Withdrawal તરફ લઈ જાય, એ શક્તિનો હ્રાસ કરતી ઉદાસીનતા નહીં પણ વધુ શક્તિસંપન્ન થવાની શોધ બની જાય તો ? આપણે શરીરથી જીર્ણ થતાં જઈએ ને સાથે મન પણ ઢીલું પડવા લાગે ત્યારે જ અંદરના પાતાળઝરાને પ્રગટ કરવાની વેળા આવે છે. કાળી રાતમાં ખળખળ વહેતું જીવનદાયી ઝરણું. મારી તો પ્રાર્થના છે કે આ વિષાદ, આ નિરર્થકતાની લાગણી આશીર્વાદ બની રહો.
મને ઘણીવાર લાગ્યું છે કે મનથી સમજીએ, બુદ્ધિથી સ્વીકારીએ, દુનિયાની રીત આવી જ છે ને રહેશે તેવું સમાધાન કરી લઈએ, પણ તેથી કાંટો જતો નથી. “યહ દુનિયા કાંટોકા ખેત, જવ લગે જીર્વે તબ લગ ચેત” - એ ગોરખવાણી ચેતવણી આપે પણ ચેતના જગાડતી નથી. એ ચેતના આપણે જાતે જ જગાડવી રહી. “જૈસી ધૂણી અતીત કી, જબ દેખો તબ આગ'. અંગારા ઓલવાય નહીં ને રાખ ન વળી જાય
17
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org