Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
પત્રમાં “ચુંદડી' વિશે પૂછાવ્યું, અને તેનો જવાબ મળે, ને વળી ઝટ મળે, ને વળી જવાબ આપનારને જરા પણ ખર્ચ-કષ્ટ વેઠવું ન પડે તેવી અહિંસક ગણતરીપૂર્વક, જવાબી અન્તર્દેશીય પત્ર બીડી દીધો !
એ જવાબી પત્ર બની ગયો ઉદ્દીપન વિભાગ : ભાયાણી સાહેબની સદૂભાવસભર લાગણીના તારને છેડી આપનારો વિભાવ. અને એ છેડાયેલા તારનો પહેલો સૂર આમ પ્રગટ્યો :
“જવાબી અન્તર્દેશીય બીડ્યો એ ઠીક ન કર્યું. એટલોય હક્ક તમારો મારા પર નહિ?” (પત્ર - ૧)
એક વાત નોંધવી પડે : આ પ્રશ્નમાંથી આત્મીયતાનો જે સૂર નીતરે છે તે બે ચિરપરિચિત, સમાનશીલ-વ્યસન મિત્રોની દીર્ઘકાલીન આપ-લે પછી જ નીતરી શકે તેવો સૂર છે. બાકી પ્રથમ પત્રવ્યવહારમાં જ આવી હક-દાવાની વાત-રજૂઆત કોઈ બે જણ વચ્ચે થાય તે તો અસંભવ જ ! આનું રહસ્ય એક જ : આ બન્ને મહાનુભાવોના મનમાં પરસ્પરના ચિરકાલીન પરોક્ષ પરિચય-જન્ય સૌમનસ્ય ને સદૂભાવ કેવવાયેલાં-ધરબાયેલાં જ હશે, ને તે તક મળતાં જ આમ ઉબુદ્ધ થઈ ગયાં !
આ પછીની પત્રાવલીમાં તો ઠેરઠેર એકમેક માટેની ચિંતા, કાળજી, શરીર અને તબિયત સંભાળવાની વડીલશાઈ સલાહ-શિખામણો- આ બધાંનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળે છે, જે સુવિકસિત થયે જતી આત્મીયતાનું આનુષંગિક ફળ હોવાનું લાગે છે.
પરંતુ, આત્મીયતાની સાચુકલી અને અંતરંગ ગરવાઈ તો પત્ર ક્ર. ૧૩૬ તથા ૧૩૮માં પ્રગટ થતી જોવા મળે છે. પત્ર ૧૩૬માં ભાયાણી સાહેબ પોતાના ચિત્તમાં પ્રગટેલા- પ્રવર્તેલા વિષાદનું, અને તેના નિદાન પરત્વે પોતે કરેલા પૃથક્કરણનું વિગતે બયાન આપે છે. અંતઃપુરની અંગત જણસ જેવો, જેનેતેને કે જ્યાં ત્યાં ન કહી શકાય તેવો, અને જેની સાથે વૈચારિક અભિન્નતા સધાઈ હોય તેને જ – ગુફતગૂરૂપે કહેવાય, તેવો આ આખો મુદ્દો છે. આવો મુદ્દો ભાયાણી સાહેબ, પત્ર દ્વારા, કવિવર ઉપર સંપ્રેષિત કરે છે, તે સ્વયં એક ઘટના છે- આત્મીયતાને આપ્તતામાં બદલી નાખનારી ઘટના. વિસ્તારનો ભય અને દોષ વહોરીને પણ તે પત્ર અહીં ઉતારું:
..... મન અસ્વસ્થ રહે છે. ઊંડે ઊંડે વ્યાપક વિષાદ, આવા વિષાદનું આક્રમણ પહેલી જ વાર થયું છે.... “બહારથી કશો ફરક પડ્યો નથી. પણ બધાની વ્યર્થતા સતત ડોકાય છે. રાજકારણ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, મધ્યમવર્ગીય ભોગવિલાસમાં રચીપચી રહેણીકરણી, “આસુરી” બળોની વધતી જતી બોલબાલા – આવું બધું અત્યારે તો થોડીક પણ આસપાસ નજર ફેરવનારને વગર પ્રયાસે આંખમાં અથડાય. તો બીજી બાજુ, સ્વાર્થની કશી ચિંતા કર્યા વિના, પીડ પરાઈ જાણનાર પણ નાનાં નાનાં જૂથોમાં સર્વત્ર છે જ. અને માનવીય-આધ્યાત્મિક આચારવિચાર સેવનારાની
16.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org