________________
આવા ઉત્તમ આત્માઓ કયારેય પણ પોતાની જાતને પ્રગટ કરતા નથી. બસ એમનું કામ હોય છે ઉંડાણ સુધીની સ્પર્શના-અભેદ સ્પર્શના. તેથી જ એમના હાથે લખાયેલ ચિંતનો એમની હાજરીમાં પ્રગટ થવાનું ન બન્યું. પણ એમની વિદાય પછી સૌને એમની ચિંતન પ્રસાદી મળી રહે તે માટે પ્રકાશિત કરવાનું સદ્ભાગ્ય, ગુરૂ પાસે સાચા શિષ્યની અદાથી આજીવન અંતેવાસી બનનાર, સાધ્વીજી ભાવપૂર્ણાશ્રીજી મહારાજની પ્રેરણાથી સાધ્વીજી નિર્વાણશ્રીજી મહારાજના પ્રયત્નોથી ઉદયમાં આવ્યું. ફળ સ્વરૂપે આજે આપણા સૌના હાથમાં આ દળદાર ગ્રંથ, વિશાળ બે વોલ્યુમ શોભી રહ્યો છે.
આ વોલ્યુમમાં પાને-પાને આત્મા-ચૈતન્ય-અહમ્-ગુરૂતત્ત્વ વગેરે ભાવોની સ્પર્શના થઈ રહી છે. સરળશૈલીમાં સમાધિ માટે લખાયેલ તત્ત્વચિંતન, તત્ત્વજિજ્ઞાશુ આત્માઓ, આત્માના ઉંડાણ સુધી પહોંચવા સમર્થ બનશે તેમાં કોઈ વિકલ્પ નથી.
સાધ્વીજીએ ગુરૂભક્તિથી તૈયાર કરાવેલ આ શ્રુતજ્ઞાનનો ખજાનો... આત્મજ્ઞાન પ્રાપ્ત કરાવનાર બને, આ ચિંતનો દ્વારા આત્મિકભાવોને પામી, આત્માને ચૈતન્ય ને પરમચૈતન્ય સુધી પહોંચાડવા સમર્થ બનીએ એજ શુભભાવના..!
સિદ્ધગિરી પ્ર વૈ. સુ. ૮, ૨૦૬ ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org