________________
શિવમસ્તુ સર્વ જગત:
હું નમ:
ચેતન ! જ્ઞાન અજુવાળીએ...
પરમોપકારી મહામહોપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજાએ અમૃતવેલની સજઝાયમાં મજાની વાત કરી....... હે ચેતન! તું જ્ઞાનને પ્રગટ કર. આત્મા પોતે જ્ઞાનમય છે, તો પછી જ્ઞાનને પ્રગટ કરવાનું કેમ કહ્યું?
શુધ્ધ નિશ્ચયનયથી આત્મા શુધ્ધ-બુધ્ધ-મુક્ત છે પણ તેની ઉપર કર્મના આવરણ હોવાના કારણે આત્માનું પોતાનું મૂળ સ્વરૂપ દબાઈ ગયું છે. તેથી જ કહ્યું કે, હે આત્મા ! તું જ્ઞાન ને પ્રગટ કર.
જ્ઞાન ગુણને પ્રગટ કરવા માટે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા, ધર્મકથા આ પાંચ પ્રકાર છે. તેમાં કર્મ નિર્જરા માટે, આત્માનુસંધાન માટે અનુપ્રેક્ષા અત્યંત ઉપયોગી છે.
ચિંતન, મનન, નિદિધ્યાસન એ અનુપ્રેક્ષાના ભાવો છે. આવા ભાવોથી જયારે આત્મા ભાવિત બને ત્યારે એની કેવી ઉચ્ચ આત્મદશા હોય તેનું પ્રત્યક્ષપ્રમાણ આ ગ્રંથ છે.
પરમકૃપાળુ, પવિત્રનામધેય, પૂજયપા બાયજીમહારાજ શ્રીમદ્ વિજય સિદ્ધિસૂરીશ્વરજી મહારાજાની અદશ્ય પરમકૃપા પ્રાપ્ત કરીને, પરમપૂજય અધ્યાત્મયોગસંપન્ન, અમારા પરમગુરૂદેવ, પંન્યાસપ્રવરશ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય પાસેથી અધ્યાત્મયોગના દિવ્યભાવોને સ્પર્શીને સતત આત્મ ચિંતનમાં રહેનાર, વિદૂષીભાવથી આગળ વધેલા, અધ્યાત્મભાવથી ભાવિત, આત્માના ગુણોથી યુક્ત સાધ્વીવર્યાશ્રી પઘલતાશ્રીજી મહારાજ, દરરોજ ચિંતન-અનુપ્રેક્ષા કરતા. પૂજયશ્રીના સાનિધ્યથી પ્રાપ્ત કરેલ ચિંતનશક્તિ દ્વારા પૂજયશ્રીનાં જ સમાધિ સ્થળે અંતિમ શ્વાસ લીધો ત્યાં સુધી ચિંતન, મનન, અનુપ્રેક્ષા કરતા જ ૨હ્યા.
આ ચિંતનો આત્મ જાગૃતિ માટે શબ્દસ્થ પણ કરતા જ ગયા, કરતા જ ગયા. સેંકડો ચિંતાનોના સેંકડો પાનાઓ ભરાતા રહ્યા.
પ્રભુની કરૂણા, ગુરૂદેવ પ્રત્યેની અવિહડ ભક્તિ, સમર્પણ ભાવના કારણે ચિંતાનોની ઉંડાઈ ગજબની છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org