________________
૧૨૪
કેગના વિશેષ બેલા
૧૨. ક્રિયા કરનાર તથા કરાવનારે બે વખત એ પડિલેહવો જોઈએ.
૧૩. જોગવાળાએ સાંજની પડિલેહણમાં પચ્ચ૦ કરતાં પહેલાં બે વાંદણ દીધા વગર ખમાત્ર દઈ આદેશ માગી પચ્ચ૦ કરવું.
૧૪. ક્રિયા કરાવનાર સવારમાં સઝાય કર્યા પછી અને સાંજે માંડલાં કર્યા પહેલા ક્રિયા કરાવી શકે.
૧૫. અનાચારિકે (માંડલીના જોગ કરેલા એ) લીધેલા કાલગ્રહણ, પડિલેહણ સંઘટ્ટો, વસતિ શોધન, કાજે વગેરે સવ યેગીને કપે.
૧૬. રોગપ્રવેશ દિને, નંદી દિને અંગ (સૂત્ર) કે શ્રુતસ્કંધના સમુદેશ અને અનુજ્ઞા દિને આયંબિલ કરવું જોઈએ.
૧૭. આકસંધિમાં વમન, અકાલસંજ્ઞા, ભક્તપરિષપનાદિથી દિન પડે તે કાલગ્રહણ ન જાય પરંતુ તે દિવસ આકસંધિમાં જ આયંબિલથી વધારે કરી આપ જોઈએ. આસંધિ પુરી થયા પછી જ આગળનાં કાલગ્રહણ લઈ શકાય. સમુદ્દેશ–અનુજ્ઞા–આદિના દિવસો સાથે આવે તે આકસંધિ કહેવાય છે.
૧૮. સાંજે ક્રિયા કર્યા પછી ઠલ્લે જવું પડે તથા રાત્રે ૧૨ વાગ્યા પછી કલ્લે જવું પડે તે બે દિવસ પડે, પણ કાલગ્રહણ રહે, પણ સૂત્ર કે શ્રુતસ્કંધના સમુદેશ, અનુશા દિનની પૂર્વે રાત્રે થંડીલ જે ગયા હોય તે તેમનું કાલગ્રહણ જાય, અર્થાત્ તેનાથી સમુદેશ કે અનુજ્ઞા ન થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org