________________
૩પ૪
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ ૧૪. કામળી વિના દીવાની કે વીજળીની ઉજેહી લાગે તે. ૧૫. માથે કામળી નાખવાના કાલમાં કામળી નાખ્યા વિના
ખુલી જગ્યામાં જાય છે. ૧૬. વરસાદ આદિ કાચા પાણીના છાંટા લાગે તો. ૧૭. વાડામાં થંડિલ જાય તે. ૧૮. બેઠા બેઠા પ્રતિકમણ કરે. ૧૯. બેઠા બેઠા ખમાસમણ દે તે. ૨૦. ઉઘાડે મુખે બેલે તે. ૨૧. રાત્રે સંથારા પિરિસી ભણવ્યા પહેલાં નિદ્રા લે
અને પછી સંથારા પરિસી ભણવે તે.
આ ઉપરાંત પણ અનેક કારણે આયણ આવે છે તે પ્રસંગોપાત જાણું લેવી.
૧૯. ઉપધાન સંબંધી વિશેષ હકીકત
નીચે જણાવેલ હકીકત ઉપધાન વાહકે ખાસ ધ્યાનમાં રાખવા લાયક હોવાથી જુદી જુદી વિધિઓની પ્રતોમાંથી તેમજ સેન પ્રશ્નાદિકમાંથી ગ્રહણ કરવામાં આવી છે. ૧. જે જે સૂત્રને માટે ઉપધાન વહન કરવામાં આવે
છે, તેનો ઉદ્દેશ, તે તે સૂત્રના ઉપધાનમાં પ્રવેશ કરતી વખતે કરવામાં આવે છે. અને બધા સૂત્રને સમુદ્દેશ તથા અનુજ્ઞા, માલા પરિધાન કરતી વખતે કરવામાં આવે છે. તેમાં ઉદ્દેશ એટલે સૂત્ર ગ્રહણ કરવું,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org