________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
૩૬
૩૬ ઉપવાસ અને આયંબીલના દિવસે કરાતું પરિમડૂઢ
વિશેષ તપમાં ગણાતું નથી. એકાસણના દિવસે જે પુરિમઢ થાય છે તેનો બે આની તપ લેખે ગણાય છે.
૩૭ સુદિ ૫–૮–૧૪ અને વદિ ૮–૧૪ આ પાંચ તિથિએ
જે એકાસણું આવે તે આયંબીલ કરાવવામાં આવે છે.
૩૮ જે ઉપધાન કરનાર બાળક હોય, વૃદ્ધ હોય, અથવા
તરુણ હોવા છતાં અશક્ત હોય, તે ઉપધાન તપનું પ્રમાણ તેની શક્તિ મુજબ પૂર્ણ કરાવવું.
૩૯ ઉપધાનમાં પેઠા પછી પ્રથમના ત્રણ દિવસ સુધીમાં
નવું વસ્ત્ર કે ઉપકરણ ઘેરથી લાવેલું લઈ શકાય છે, ત્યાર પછી લઈ શકાય નહિ.
૪૦ માલા પહેરવાના આગલા દિવસે ઉત્તમ રેશમ
વગેરેની કરાવેલી માલાનો મહોત્સવ પૂર્વક વરઘોડે ચઢાવી, ગુરુ પાસે લઈ જઈ, ત્યાં વાસક્ષેપથી પ્રતિઠિત કરાવી પિતાને ઘેર અથવા સંઘે ઠરાવેલા સ્થાને લઈ જઈ, બાજોઠ પર પધરાવવી. ત્યાં માલા પહેરનારે રાત્રિ જાગરણ કરવું. પરમાત્માની સ્તુતિ સ્તવનાદિ વડે રાત્રિ પસાર કરવી. પછી પ્રભાતે તે માલા લઈને ગુરુ મહારાજ પાસે માલા પહેરવા જવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org