________________
ઉપધાન સંબંધી વિશેષ હકીકત
૩૫૯
સૂર્યોદય પછી એ ઘડી અને સાંજે સૂર્યાસ્ત પહેલાં એ ઘડી બાકી હૈાય ત્યારથી જાણવા.
૨૭ માલા સોંબંધી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે સર્વ દેવદ્રવ્ય જ જાણવું; એવા શ્રીસેન પ્રશ્નમાં શ્રી હીરસૂરીશ્વરજી મહારાજના પટ્ટપ્રભાવક શ્રીસેનસૂરિજી મહારાજે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. શ્રાદ્ધવિધિમાં પણ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે દર વર્ષે માલારાપણું કરવું એમ કહેલ છે. એ ઉપરાંત સસ્કૃતસાગર, કુમારપાલ આદિ પૂર્વાચાર્ય કૃત ઘણા ગ્રંથમાં કહ્યું છે. કલિકાલ સર્વજ્ઞ શ્રીમાન્ હેમચંદ્રાચાર્ય મહારાજની હયાતિમાં પણ માલારાપણની ઉછામણીનું દ્રવ્ય દેવદ્રવ્યમાં ગયાના પાઠો છે.
૨૮ ચૈત્ર અને આસા માસમાં શાશ્વતી ઓળીના પ્રથમના ત્રણ ત્રણ દિવસે અને ઇદના દિવસ, એમ સાત દિવસે અસજ્ઝાયના હેાવાથી ઉપધાનમાં ગણી શકાતા નથી, પરંતુ ચેાથા અને છઠ્ઠા ઉપધાનમાં તેને ખાધ ગણાતા નથી.
૨૯ ૮ સવ્વજો, ’ આ ચાર અક્ષરા કેટલીક વિધિઓમાં ચેાથા ઉપધાન ચૈત્યસ્તવના પ્રારંભમાં અને કેટલીક વિધિમાં પાંચમા ઉપધાન નામસ્તવના અંતમાં વાચના આપવા માટે લખ્યા છે. ઉપધાન વહેવડાવનારે પેાતાની પ્રવૃત્તિ અનુસાર તેની વાચના આપવી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org