________________
શ્રી પ્રવજ્યા ગાદિ વિધિ સંગ્રહ શ્રી જિનકથિત ધર્મ મળવાથી અગર નહિ મળવાથી પણ મનુષ્યગતિ અને દેવગતિના સુખ મળી શકે છે, જ્યારે મેક્ષના સુખને લાભ તે જિનભાષિત ધમની આરાધનાથી જ પ્રાપ્ત થાય છે, માટે તે ધર્મનું જ મને શરણ હો. ૨૩
ત્રણે કાલમાં પણ નાશ નહિ પામનાર, જન્મ–જરામરણ તથા સેંકડે વ્યાધિઓને શમાવનાર, ભવ્ય આત્માઓને અમૃતની જેમ ઈષ્ટ, એવા શ્રી જિનેશ્વર ભગવંતના મતનું શરણ હું સ્વીકારું છું. ૨૪
નરક આદિ દુર્ગતિને રોકનાર, અનુપમ ગુણોને આધાર, બળવાન વિદ્વાન વાદિએથી પણ પરાભવ નહિ પામનાર, કામરુપ દ્ધાને હણનાર, શ્રી જિનધર્મના શરણને હું સ્વીકારું છું. ૨૫
દેદિપ્યમાન સુવર્ણ અને સુંદર રત્નના અલંકારોની ઋદ્ધિથી પણ મહા કિંમતી, દરિદ્રતાને નાશ કરનારા મહાનિધાન સરખા શ્રી જિનેશ્વર ભગવતે કહેલા ધર્મને હું વંદન કરું છું. ૨૬
આ પ્રમાણે ચાર શરણાને હું સ્વીકાર કરું છું.
૧. શ્રી અરિહંત ભગવાનના શરણને હું સ્વીકારું છું. ૨. શ્રી સિદ્ધ ભગવંતના શરણને હું સ્વીકારું છું. ૩. શ્રી સાધુ ભગવંતના શરણને હું સીકારું છું. ૪. અને શ્રી કેવળી ભગવંતએ કહેલા ધર્મને હું સ્વીકારું છું.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org