________________
૪૧૦
શ્રી પ્રવ્રજ્યા મેગાદિ વિધિ સંગ્રહ વિર વિરોધના ત્યાગી, હંમેશાં અદ્રોહી-ક્યારે પણ કેઈનો દ્રોહ નહિ કરનારા, પ્રશાંત મુખથી શુભતા, સુંદર ગુણેના ખાણભૂત, મોહને હણનારા શ્રી સાધુ ભગવંતે મને શરણ રૂપ છે. ૧૭
નેહરૂપ બંધનને તેડી નાખનારા નિર્વિકાર સ્થાનમાં વસનારા, વિકારરહિત-સ્વાભાવિક સુખના અભિલાષી, સત્પુરુષના મનને આનંદ આપનારા, આત્મરમણ કરનારા, શ્રી સાધુભગવંતોનું મને શરણ હે. ૧૮
વિષય અને કષાયથી દૂર રહેલા, ઘર અને સ્ત્રીસંગથી ઉત્પન્ન થતાં સુખ અને શાતાઓના ત્યાગી, તથા વિષાદને નહિ ગણનારા, પ્રમાદથી રહિત શ્રી સાધુ ભગવંતે મને શરણરૂપ હો. ૧૯
હિંસા આદિ દેથી સર્વથારહિત, કરુણાભાવ રાખનારા, સ્વયંભૂરમણ સમુદ્રની જેમ ક્ષેભ ન પામે તેવી બુદ્ધિવાળા, અજરામર-મેક્ષ માર્ગના પથિક, અતિશય પુન્યશાળી શ્રી સાધુ ભગવંતોનું મને શરણ હે. ૨૦
શ્રી આચાર્ય ભગવંતે-શ્રી ઉપાધ્યાય ભગવંત–આદિ સર્વ કે જેઓ સાધુપણામાં સારી રીતે સ્થિત છે, તેથી તેઓ પણ સર્વ સાધુ જ છે. માટે સાધુ શબ્દથી તેઓ પણ ગ્રહણ કરાયા છે, આ રીતે એ સર્વ સાધુ ભગવંતેનું મને શરણ હો. ૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org