________________
૩૮૬
શ્રી પ્રવ્રજ્યા ગાદિ વિધિ સંગ્રહ (સ્નાયુ), બાણ, સર, પત્ર, ફલ બન્યું હોય તે જીવ જે ભવમાં હોય ત્યાં તે છે પણ પાંચે કિયાને પાપથી બંધાય છે.” ઇતિ ઉત્તર.
અહીં શંકા કરવામાં આવી છે કે–“જે માણસ બાણ છેડી હિંસા કરે છે તે માણસને પાંચે કિયાઓ લાગે તે બરાબર લાગે છે, પણ ધનુષ આદિ જે જીવના શરીરમાંથી બનેલાં હોય તે જીવને પાંચે કિયાનાં પાપ કેવી રીતે લાગે ? કેમ કે તે વખતે બાણ આદિ નિજીવ-જીવ રહિત છે, તે એ પ્રમાણે સિદ્ધના જેને પણ પ્રાણાતિપાતાદિ પાકિયા લાગશે. વળી જેમ ધનુષ આદિના જીવને પાકિયા લાગે છે તે પ્રમાણે જે જીવનાં શરીરે, જીવરક્ષા આદિમાં વપરાતાં હોય તે જીવોને પુણ્યકર્મ બંધાવું જોઈએ.’
આ શંકાના સમાધાનમાં જણાવવામાં આવ્યું છે કે* અવિરતિપરિણામથી બંધ થાય છે. અવિરતિને પરિણામ જેમ તે પુરુષને છે તે જ પ્રમાણે ધનુષ આદિ બનેલા શરીરના જીવને પણ અવિરતિને પરિણામ છે, માટે તે જીવોને કમબંધ થાય છે. જ્યારે સિદ્ધના જીવોને અવિરતિ નથી, તેથી તેઓને કર્મ બંધ થતું નથી. જીવરક્ષા આદિમાં વપરાતા જીવોને વિવેક (અનુમોદના નહિ હોવાથી) પુણ્યબંધ થતું નથી, આ પ્રમાણે શ્રી જિનેશ્વર ભગવંતોએ કહેલ છે અને તે પ્રમાણે શ્રદ્ધા રાખવી જોઈએ.”
પુરિસે શું ભંતે ! અય અયકેસિ એમએણે સંડાસએણે ઉન્વિહમાણે વા પવિત્રહમાણે વા કતિકિરિએ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org