________________
૧૪૮
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ વિકલેન્દ્રિય-બેઈન્દ્રિય તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયના કલેવની અસક્ઝાય થતી નથી. ક્ષેત્રથી-ઉપાશ્રયથી સાઈઠ હાથ સુધીમાં હોય તે અસજઝાય, તેમાં પણ કેઈ નાનું ગામ હોય તો નાના ત્રણ માર્ગોથી અંતરિત ક્ષેત્રમાં, મોટું નગર હોય તે એક મેટા રાજમાર્ગથી અંતરિત ક્ષેત્રમાં, ઉપાશ્રયની લાઈનની સામી બાજુ રૂધિર આદિ પડયું હોય તે અસઝાય નહિં. પરંતુ તે ઉપાશ્રયની બાજુ પડયું હોય તે અસઝાય. નાના ગામમાં કૂતરા આદિએ તીયચનું કલેવર ચૂંચ્યું હોય અને તેના કલેવરે જ્યાં જ્યાં પડ્યાં હોય તે ગામ બહાર જઈને સ્વાધ્યાય કરી શકાય. કાળથી–તે રૂધિરાદિ પડ્યાં હોય ત્યારથી ત્રણ પ્રહર સુધી અસઝાય, બીલાડા આદિએ મારેલા ઉંદરાદિના કલેવર હોય તે આઠ પ્રહર સુધી અસક્ઝાય. ભાવથી–નદીસૂત્ર આદિ સૂત્રે ભણાય નહિ. અથવા બીજી રીતે ચાર પ્રકાર જળચરાદિ તીયચના રૂધિર માંસ. હાડકું અને ચામડું એ ચાર પડ્યાં હોય તે અસક્ઝાય. વિશેષમાં જે સાઈઠ હાથની અંદર માંસ ધાયું હોય કે પકાવ્યું હોય તે તે માંસ બહાર લઈ જવા છતાં ત્યાં અવશ્ય કેઈ અવયવે પડ્યા હોય તેથી ત્રણ પ્રહર સુધી અસજઝાય ગણાય. જે તે પહેલાં વરસાદ કે પાણીથી ધોવાઈ જાય તે સ્વાધ્યાય કરી શકાય.
કેઈ ઇંડું ૬૦ હાથની અંદર પડે પણ ફુટે નહિ તે તે ઈડું ૬૦ હાથની બહાર લઈ ગયા બાદ સ્વાધ્યાય કપે. પણ ઇંડું કુટી જાય અને તે અને તેને રસ જમીન ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org