________________
૧૪૬
શ્રી પ્રવજ્યા યોગાદિ વિધિ સંગ્રહ ચાર મહા પડવા–અષાઢ વદ ૧, આસે વદ ૧, કાર્તિક વદ ૧, અને ચૈત્ર વદ ૧ મહામહ જે દેશમાં જેટલા દિવસ મહોત્સવ ચાલે તેટલા દિવસ સુધી હિંસાનું કારણ હોવાથી ત્યાં સુધી સ્વાધ્યાય કરે નહિ.
વર્તમાનમાં આસો ચિત્રમાં સુદ ૫ થી અને અષાઢ કાર્તિકમાં સુદ ૧૪ ના મધ્યાનથી આરંભી વદ ૧ પૂર્ણ થાય ત્યાં સુધી આ મહાપડવા અંગે અસ્વાધ્યાય ગણાય છે. છતાં અહીં ધ્યાન રાખવું કે આસો સુદ ૧૦ થી નાણ મંડાતી હોઈ વડી દીક્ષા, ગણિપદ પ્રદાન વગેરે થાય છે, એથી ચિત્રમાં પણ બાધ નથી.
૪-બુઝાહિક–દંડિક-સેનાપતિ આદિ લડતા હોય, પ્રસિદ્ધ બે સ્ત્રીઓ લડતી હોય, મલ્લયુદ્ધ કે ગામના લેકે પરસ્પર પત્થર આદિથી લડતા હોય ત્યાં સુધી અસ્વાધ્યાય, કેમકે તેવા પ્રસંગે વાનવંતરાદિ દેવ કૌતુકથી આવ્યા હોય તો તે છળે. વળી લોકોને અપ્રીતિ થાય કે “અમે ભયમાં છીએ ત્યારે પણ આ સાધુ જાણે કંઈ દુઃખ ન હોય તેમ સુખપૂર્વક ભણે છે. માટે તેટલે ટાઈમ સાધુઓએ સ્વાધ્યાય ન કરે.
રાજા મૃત્યુ પામ્યા હોય, ત્યારથી બીજા રાજાને અભિષેક ન થાય ત્યાં સુધી અસઝાય, તથા મ્લેચ્છ આદિએ ગામ ઉપર હુમલો કર્યો હોય ત્યારે લેકો ભયભીત હોય ત્યારે પણ સ્વાધ્યાય ન કરે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org