________________
૧૬
“ મારું સામાયિક પૂરુ થઈ ગયું છે. ” આવી ધારણા કરી લઈ ને વ્યાખ્યાનાદિ ધર્મ પ્રવૃત્તિમાં અખંડિતપણે લીન રહેવું એ જ ઉચિત છે.
આવી ધારણા પણ કરવી ન હોય તે આ મહાપાઠ ઉચ્ચરતી વખતે એવા કાળનિયમ કરવા કે, “ જ્યાં સુધી વ્યાખ્યાન ચાલે [ ૪૮ મિનિટથી તે વધુ જ ] ત્યાં સુધી મારું એક જ સામાયિક રહેશે. ” હા....આવું દીર્ઘકાલીન સામાયિક કરનારને બે કે ત્રણ સામાયિક ન ગણાય પરન્તુ એક જ સામાયિક ગણાય. પરન્તુ વચ્ચે વચ્ચે સામાયિક પારવા કરતાં અખ ંડિત રીતે વ્યાખ્યાનાદિમાં લીન રહેવું તે વધુ ઉચિત ગણાય.
• નિયમ ' પદની જગાએ પૂર્વે, અવસરે ‘ સાહૂ ’ પદ્મ પણ ખેલાતું હતું. તેના અર્થ એ થતા હતા કે, જ્યાં સુધી હું સાધુભગવંતેાની પાસે [ વ્યાખ્યાન, સ્વાધ્યાય કે સેવા સુશ્રુષાદ્રિ નિમિત્તે ] રહું ત્યાં સુધી મારા સામાચિકની કાળમર્યાદા. ’’
સૂત્રની રચના કેવી ખૂબીમય છે તે જુઓ. ‘ સામાઈઅ` ' એટલે શું ?
તેના ઉત્તર સૂત્રમાં જ આપ્યા છે. સાવજ જોગ' પચ્ચક્ખામિ. સામાયિક એટલે સાવદ્યયેાગનુ પચ્ચક્ખાણુ. ત્યાર બાદ તે સામાયિકની કાળમર્યાંઢા પણ જણાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org