________________
૧૬૦ વિદ્યાને કાંઈક ચમત્કાર બતાવવાના હેતુથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેને સ્થૂલભદ્રજીના સ્થાન પર સિંહને જોઈને ખેદ પામી અને તે વાત તેમણે શ્રી ભદ્રબાહુસ્વામીજીને જણાવી. ચતુર્દશ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામીજીને આ વાત સમજાતાં વાર ન લાગી. તેમણે એ બહેન (સાદેવીઓ)ને કહ્યું કે, “તમે ફરી ત્યાં જાઓ, તમને શ્રી સ્થૂલભદ્રનાં દર્શન થશે.” શ્રી સ્થૂલભદ્ર આ વખતે પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયા હતા. સાવી–બહેનોએ તેમનાં દર્શન ક્યાં અને પ્રસન્નતા અનુભવી. આ બનાવને શ્રુતમ લેખીને શ્રી ભદ્રબાહુસ્વામીએ બાકીના પૂર્વેનું જ્ઞાન શ્રી સ્થૂલભદ્રજીને ન આપ્યું. તે માટે સ્થૂલભદ્ર માફી માંગી, સંઘે વિનંતી કરી પણ શ્રી ભદ્રબાહુસ્વામીજી પિતાના વિચારમાં મક્કમ રહ્યા. છેવટે સંઘના અતિ આગ્રહથી બાકીના પૂર્વે માત્ર શબ્દથી આપ્યા. આ બનાવ પછી પૂર્વેનું જ્ઞાન લુપ્ત થતું ગયું.
[૨] માથુરી-વાચના
વિક્રમના બીજા સૈકામાં ફરી એક બારવણી દુકાળ પડ્યો. તેના લીધે પુનઃ મૃત અવ્યવસ્થિત થઈ ગયું, પરંતુ વિ. સં. ૧૫૩ માં શ્રી આર્યસ્કંદિલાચા મથુરામાં શ્રમસંઘને એકત્ર કર્યો અને તેમાં સૂત્રની પુનઃ વ્યવસ્થા કરી. [૩] વલભી–વાચના
બરાબર આ જ અરસામાં સૌરાષ્ટ્રમાં વલભીપુરમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org