________________
૧૫૮
પ્રવન પુરુષ વિના થઈ શકતું નથી, તે સાહિત્યની રચના તા થાય જ કયાંથી ? એટલે કે વેદો પણ કોઈ એ અનાવેલા જ છે અને તેની રચના જોતાં એ વાત સહેજે જણાઈ આવે છે. તેનાં જુદાં જુદાં સૂકતેા જુદા જુદા ઋષિઓએ બનાવેલાં છે, જેમાંનાં કેટલાંક નામે તેમાંથી જ પ્રાપ્ત થાય છે.
શ્રી તીથંકરદેવા અત્ અને કેવલજ્ઞાની થાય છે, ત્યાર પછી તેઓ દેશના દે છે અને તેમની વાણી શ્રુત તરીકે ઝીલાય છે એટલે એ વચના અં–ગંભીર, મધુર, નિરવદ્ય તથા પરમહિતકારી હાય એ સ્વાભાવિક છે. આવું સાહિત્ય તેમણે દર્શાવેલા વિચારોની પરપરા ચેાગ્ય રીતે જાળવનારું હાઈ ને અતિપવિત્ર ગણાય છે, અને તેથી જ તેને ભગવાનનું વિશેષણ આપવામાં આવ્યું છે.
ભગવાન મહાવીરદેવના ઉપદેશ તેમના અગિયાર ગણધરાએ ઝીલ્યા હતા અને તેઓએ તેના પરથી ખાર અગાની રચના કરી હતી, જે દ્વાદશાંગીના નામથી એળખાય છે. આ ઉપરાંત અન્ય શ્રુત-સ્થવિરાએ પણ સૂત્રોની રચના કરી છે, જે ગણધરોની રચનાને અનુસરીને હાવાથી તેમની કૃતિઓ જેટલી જ માન્ય ગણાય છે. આ પ્રકારે રચાયેલા સાહિત્યને માટે આગમ સત્તાના પ્રયાગ થાય છે.
શ્રી મહાવીર નિર્વાણ પછી તેમની છઠ્ઠી પાટે ચતુ શ પૂર્વધર શ્રી ભદ્રબાહુસ્વામી થયા. તેમના સમયમાં જૈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org