________________
-અનંતગણું કરી દેવામાં આવે તો પણ તે સિદ્ધના સુખના
એક અંશની પણ બરોબરી કરી શકતું નથી.” આ સૂત્રમાં મુખ્યત્વે સિદ્ધભગવંતની સ્તુતિ હોવાથી એને સિદ્ધસ્તવ કહેવામાં આવેલ છે. બીજી વગેરે ગાથાઓમાં પરમાત્મા મહાવીરદેવનું, ને મનાથ પ્રભુના ગિરનાર તીર્થનું અને અષ્ટાપદ તીર્થનું સ્મરણ કરીને છેલ્લે તે સિદ્ધ થએલા ર૪ જિનેશ્વરે પાસે આત્મા સિદ્ધપદની પ્રાપ્તિની પ્રાર્થના કરે છે.
આ સૂત્રમાં પહેલી અને છેલ્લી ગાથામાં તો સિદ્ધભગવંતની સ્તવના છે જ, પરંતુ બીજી, ત્રીજી ગાથામાં પણ નમસ્કાર દ્વારા સિદ્ધપદની પ્રાપ્તિ જ બતાડી છે અને એથી ગાથામાં પણ તેમનાથ ભગવાનના નિર્વાણનું સ્મરણ કરવા દ્વારા એમની જ સિદ્ધપદની પ્રાપ્તિ જ સૂચિત કરી છે એટલે સિદ્ધસ્તવ એ નામ યથાર્થ બને છે. [૧] શાસ્ત્રીય નામ: સિદ્ધસ્તવ. [૨] લોકપ્રસિદ્ધ નામ: સિદ્ધાણં બુદ્વાણું [3] વિષય : સિદ્ધભગવત વગેરેની સ્તુતિપૂર્વક સિદ્ધ
પદની પ્રાર્થના. [૪] મહત્ત્વને ફલિતાર્થ કે તમારે જે જોઈએ છે તે
જેમને સંપૂર્ણપણે પ્રાપ્ત થયું છે તેમને વંદન કરે; તેમનું સ્તવન કરે અને તેમની પાસે યાચના કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org