________________
૫૦
સ્થાપના-નિક્ષેપાની પૂજ્યતા: કેટલાક કહે છે કે, અમને સ્થાપના-નિક્ષેપે તે માન્ય છે પણ તેની પૂજા માન્ય નથી; કેમકે તેની પૂજા કરવાથી હિંસા થાય છે. '
આ બંધુઓને એક વાર એ કહેવું છે કે, “ભલે! તે પૂજા ન કરજે; દર્શન, વંદન કરવાનું તે ચાલુ કરી દે.” - વસ્તુતઃ તે ય કરવા તેઓ તૈયાર નથી.
વળી હિંસાથી તેઓ પૂજા ન કરતા હોય તો હિંસા ક્યા છસ્થના ધર્મમાં નથી ? પછી તે આ જ મુદ્દા ઉપર બધા જ ધર્મો છેડી દેવા પડશે. વિહાર, વ્યાખ્યાનશ્રવણ, વ્યાખ્યાનકરણ, સ્થાનકનું નિર્માણ, સ્વામીવાત્સલ્ય, સાધર્મિકને અનાદિની સહાય, ગુરુવંદન, તપશ્ચર્યા વગેરે તમામ પ્રવૃત્તિમાં હિંસા તે છે જ, તે શું બધું ય બંધ કરી દેવું છે? રે! તેમ કરીને ય હિંસામાંથી છૂટકારો મળી જશે ?
વસ્તુતઃ જેમાં દેખીતું થોડું નુકસાન હોય પણ પછી લાભ ઘણે હોય તે તેને ગીતાર્થો નુકસાન જ કહેતા નથી. ચાર આના દઈને મેળવેલે માલ જે કાલાન્તરે આઠ આનામાં વેચાઈ જતું હોય તે ત્યાં પહેલાં ચાર આના બયા” તેમ કદી કઈ બોલતું નથી; “બકે ચાર આના કમાયે” એમ જ કહેવાય છે.
આવું ખોયા વિના પણ કમાણી થઈ શકતી હોય તે જરૂર કરવી જોઈએ.
પણ શું તે સંભવિત છે? ખરેખર તે જેને ભાવનિક્ષેપે પૂજ્ય તેના નામાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org