________________
૧૦૬
સંસારમાં જેને રહેવુ' પડયુ છે; છતાં જેર્ની નજર સતત સ`વિરતિ ધર્મીના સ્વીકાર તરફ મડાએલી છે; જે એકમાત્ર મેાક્ષના અભિલાષી છે; જેને સંસારનાં સઘળા ચ સુખા – નિરપવાદ રીતે – જુલમગાર લાગે છે એવા આત્મા પણ પાપકમના ઉદયે કયારેક એવી વિષમ સ્થિતિમાં મુકાઈ જાય જેથી તેની ધર્મારાધનામાં મોટા વિક્ષેપ પડી જાય. આ વિક્ષેપ તેના માટે અસહ્ય પણ બની જાય તે સવિત છે.
-
એવા જ કોઈ શેઠની એને નોકરી કરવી પડે, જેમાં રાત્રિભોજન કરવું જ પડે; એવી જ કોઈ શારીરિક બિમારી લાગુ પડે જેથી કેટલીક આરાધનાએને ગૌણ કરવી પડે. આવી સ્થિતિમાં તેનુ અંતર જ્યારે ખૂબ લાવાય ત્યારે પરમાત્મા પાસે દોડી જઈ ને એ પુકાર કરે કે, “ પ્રભુ ! મારા ધમ-ધ્યાનમાં વિક્ષેપ પડી રહ્યો છે તે! તે ખાતર મને બીજી નોકરી મળે કે શરીર સારું થાય તે ખૂબ સારુ’’
સભ્યષ્ટિ આત્મા આવી જ કોઈ સ્થિતિમાં આવીને જાણે કે આ સ્વેત્રમાં પાર્શ્વ-પ્રભુને જણાવે છે કે, તારા મન્ત્રજપ મારા દુઃખનો નાશ કરશે....તે શું હું મન્ત્રજપ કરું ?
પણ જાણે કે અંદરથી સત્વ છંછેડાય છે અને તેનુ અંતર દુઃખનાશની માંગણી સામે ના....ના.... પાકારે છે.
એટલે જ....પછી દુ:ખનાશને બદલે તે દુર્ગતિનાશની ઇચ્છા કરે છે કે જે પરમાત્માને ‘પ્રણામ ' કરવા માત્રથી સિદ્ધ થાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org