________________
૧૩૭ વંદણ-વત્તિયાઓ વગેરે છ પદ ?
(૧) વંદન : જ્યારે અહંતુ એટલે તીર્થકરને જીવ દેવલેકમાંથી ચવીને માતાના ગર્ભમાં આવે છે, ત્યારે ત્રણ ભુવનમાં આનંદની એક અપૂર્વ લહરી ફરી વળે છે અને દિવ્ય પ્રકાશ વગેરે ઉત્પન્ન થાય છે. આ વખતે અવધિજ્ઞાન વડે તે ક્ષેત્રનું નિરીક્ષણ કરી રહેલા કેન્દ્ર અત્યંત રાજી થાય છે અને મસ્તકે અંજલિ કરીને બે હાથ જોડીને હૃષ્ટતુષ્ટ મન વડે “નમોધુ મહૂિંતા માવંતા આદિ શબ્દો વડે વિધિપૂર્વક વંદના કરે છે. આવી ઉત્કૃષ્ટ વંદના કરવાને લાભ મને આ કાર્યોત્સર્ગ વડે મળે, એમ અહીં વિચારવાનું છે.
(૨) પૂજન : જ્યારે તીર્થકરને જન્મ થાય છે, ત્યારે વિશ્વભરમાં આનંદનું વાતાવરણ છાઈ જાય છે અને ઈદ્રાદિ દેવે પિતાના કલ્પ મુજબ તેમને મેરુપર્વત ઉપર લઈ જાય છે. ત્યાં રત્નમયી શિલા પર સ્નાત્ર (જિનાભિષેક) વડે જે પૂજન કરે છે, તે ઉત્કૃષ્ટ પૂજન કરવાને લાભ મને આ કાર્યોત્સર્ગ વડે મળે, એમ અહીં વિચારવાનું છે.
(૩) સત્કાર : તીર્થંકર પ્રભુ ઊંચા રાજવંશી ક્ષત્રિય કુલમાં જન્મે છે અને પુણ્યપ્રકૃતિ ઉત્કૃષ્ટ હોવાથી સર્વત્ર સત્કાર પામે છે. વસ્ત્રાભૂષણ વડે આ પ્રકારને ઉત્કૃષ્ટ સત્કાર કરવાને લાભ મને આ કાત્સર્ગ વડે મળે એમ વિચાકરવાનું છે.
(૪) સન્માન : કમલપત્ર જલમાં રહેવા છતાં તેનાથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org