________________
૧૪૭
વડે પણ વંદન કરવાને ચાગ્ય, કલ્યાણના પરમ કારણભૂત એવા સર્વે જિનેન્દ્રો મને શાસ્ત્રના અનન્ય સારરૂપ અથવા પૂર્ણ પવિત્ર મોક્ષ-સુખ આપે. ર.
શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલ શ્રુતજ્ઞાન જે નિર્વાણુપ્રાપ્તિ સાટે ઉત્તમ સાધન છે, જેણે એકાંતવાદીઓના સિદ્ધાંતાને ખાટા સાબિત કરી ખતાવ્યા છે, જે વિદ્વાનાને પણ શરણ લેવાને યોગ્ય છે, તથા ત્રણે લેાકમાં શ્રેષ્ઠ છે, તેને હું નિત્ય નમું છું. ૩.
મચકુંદ (મેગરા)ના ફુલ જેવી, પુનમના ચંદ્ર જેવી, ગાયના દૂધ જેવી કે હિમના સમૂહ જેવી શ્વેત કાયાવાળી, - એક હાથમાં કમલ અને બીજા હાથમાં પુસ્તક ધારણ કરનારી, 1 ક્રમલ ઉપર બેઠેલી અને સર્વ રીતે પ્રશસ્ત એવી વાગીશ્વરી --સરસ્વતીદેવી અમને સદા સુખ આપનારી થાઓ. ૪.
Jain Educationa International
卐
For Personal and Private Use Only
www.jainelibrary.org