________________
૧૧૩ આવાં પાંચ અનુષ્ઠાનમાં છેલ્લાં બે જ ઉપાદેય છે. આ પ્રાર્થના-સૂત્રમાં ચૈત્યવન્દનને કરતા જીવની આશયશુદ્ધિ માટે પ્રણિધાન [ લશ, ધ્યેયને નિર્ણય વીતરાગદેવને પ્રાર્થના કરવા દ્વારા જાહેર કરાયેલ છે.
અહીં મોક્ષના પ્રણિધાનને પ્રાપ્ત કરી આપતાં તેર પ્રણિધાને લિવું જણાવવામાં આવ્યાં છે. ભક્તાત્મા કહે છે કે, “મેં જે ચૈત્યવન્દનની ધર્મકિયા કરી તેની પાછળ મારું આ જ લક્ષ પ્રિણિધાન છે કે મને આ તેર વસ્તુઓ પ્રાપ્ત થાઓ.” પ્રણિધાનાદિ પાંચ :
આરાધકની આશયશુદ્ધિ માટે સૌ પ્રથમ પ્રણિધાનશુદ્ધિ જરૂરી છે. આ પછી જ તેણે આરાધનામાં પ્રવૃત્તિ કરવી જોઈએ.
એ પ્રવૃત્તિમાં જે કાંઈ વિદને આવે તેની ઉપર તેણે વિજય મેળવે જોઈએ.
વિનજ્ય થયા બાદ તેને ધર્મગમાં સિદ્ધિ પ્રાપ્ત થાય.
સિદ્ધિ થયા બાદ તે ધર્મગને તેણે વિનિગ– અન્ય ગ્ય જેને તે ધર્મગનું પ્રદાન, પ્રેરણા વગેરે– કરવો જોઈએ.
પ્રણિધાન વિનાની પ્રવૃત્તિ વગેરે (ઉત્તરોત્તર) સફળ થઈ શક્તા નથી.
સા–૮
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org