________________
૧૨૦ તુહ પભાવ:
ભક્તામા કહે છે કે મારા શુભ-ભાવોથી તે મને આધ્યાત્મિક-વિકાસમાં હજી સુધી કશી વિશિષ્ટ પ્રાપ્તિ થઈ નથી; કેમકે મારા તે ભાવે અહંકારાદિથી મિશ્રિત હતા.... મારા તપ, ત્યાગ, વ્રત અને જપના સઘળા ય શુભ ભાવેભેગા થઈને પણ–મા ભાવદારિદ્રય ફેડી શકે તેમ નથી.
હવે તે મારા નાથ ! તારે કઈ કરુણાને કે શુદ્ધિનો પ્રભાવ મારી ઉપર પડી જાય તો જ મારા દુર્ભા ખતમ થાય અને સદ્ભાવ પ્રગટ થાય; જેથી છેલ્લે મને સ્વભાવ-રમણતા પ્રાપ્ત થાય.
એટલે હવે મારા શુભ-ભાવની વાત બાજુ ઉપર મૂકીને હું તારા પ્રભાવની અમીવર્ષાની નીચે ઊભે રહી જવા આવ્યું છું એક માત્ર તારે પ્રભાવ જ મારો સ્વભાવ પ્રગટ કરવા માટે સમર્થ છે એમ મને સ્પષ્ટપણે જણાયું છે.”
“આવું નિવેદન કરીને ભક્તાત્મા પરમાત્માના પ્રભાવથી તેવી તેર વસ્તુઓ માંગે છે કે જેના વડે પોતાના દુર્ભાને નાશ થાય; સદ્દભાવ પ્રગટ થાય અને છેલ્લે સ્વભાવ-રમણતા સિદ્ધ થાય. [૧] ભવનિર્વેદ
સૌ પ્રથમ તેની માંગણી કરવામાં આવી છે કે જે તે પ્રાપ્ત ન થાય તે ઘર અને ઉગ્ર તપની સાધનાઓ પણ સ્વભાવદશા પ્રગટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ જાય.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org