________________
પાઠ : ૧૮
સંક્ષિપ્ત પરમેષ્ઠિ-નમસ્કાર સૂત્ર
ભૂમિકા મન્નાધિરાજ શ્રી નવકારના પ્રથમના પાંચ પદોનું સંરકૃત કરવાની ભૂલરૂપે આ સૂત્રને પૂજ્ય પદ આ. ભગ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજા દ્વારા અવતાર થયે છે. તેમના જેવા શાસનમાન્ય મહાપુરુષની આ કૃતિ ઉપેક્ષિત ન કરવી જોઈએ, એમ સમજીને ખાસ કરીને ગુજરાતી સ્તવને વગેરેની પૂર્વે કરવામાં આવતા મંગલરૂપે આ સૂત્રને ગોઠવીને તે મહાપુરુષની કૃતિની ઉપેક્ષા ટાળવામાં આવી છે, એમ લાગે છે.
પિતાના હાથે થએલી અર્ધમાગધી સૂત્રને સંસ્કૃત ભાષામાં ફેરવવાની વિચારણારૂપ ભૂલને અતિ ઉગ્ર–પારચિત–પ્રાયશ્ચિત્ત વડે નિર્મૂળ કરવા સજ્જ બનેલા તે મહાત્મા કેવા ભવભીરૂ હશે? કેટલી ઊંચી કોટિના હશે? તે આપણે કલ્પી શકીએ છીએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org