________________
૭૨
અદ્ધ નમસ્કારપૂર્વક આ સૂત્ર ખેલવા વડે તે તારકાત્માની સ્તવના કરે છે.
આથી જ આ સૂત્રને શક્રસ્તવ કહેવામાં આવે છે. યદ્યપિ શક એટલે [ કોઈ પણ] ઈન્દ્ર અર્થ થાય છે; તા પણ અહીં સૌધમેન્દ્રને જ લેવાના છે.
આ સૂત્રને પ્રણિપાત-દંડક સૂત્ર પણ કહેવામાં આવે છે; કેમકે તેની ચાજના શ્રી અરિહંતદેવાને વિશિષ્ટ રીતે પ્રણિપાત [વંદના ] કરવા માટે થએલી છે.
લલિત–વિસ્તરા ટીકા : આ સૂત્ર ઉપર સૂરિપુર ઠેર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ લલિત–વિસ્તરા નામની અદ્ભુત ટીકા રચી છે. તેમાં અન્યમતમાન્ય ઈશ્વરસ્વરૂપ અને તે અ ંગેના પ્રવાહનુ આ સૂત્રમાં જણાવેલા અરિહ તદેવનાં વિશેષાથી કેવી રીતે ખંડન થાય છે તેનુ અદ્ભુત નિરૂપણ કર્યું છે.
આ તે જ લલિત-વિસ્તરા ગ્રન્થ છે; જેનુ વાંચન કરીને, ૌદ્ધમત તરફ વારવાર આકર્ષાઈ જતા શ્રીસિદ્ધ િમહારાજા જિનમતમાં અત્યન્ત સ્થિર થયા હતા.
દક સૂત્ર
ઉત્કૃષ્ટ પ્રકારના ચૈત્યવન્દનની વિધિમાં જે પાંચ દણ્ડક સૂત્રો – શક્રસ્તવ, અહિં ́ત ચેઈઆણું [ચૈત્યસ્તવ, લેગસ્સ [નામસ્તવ], પુખરવર [શ્રુતસ્તવ] અને સિદ્ધાણું [સિદ્ધસ્તવ] આવે છે તેમાં સૌથી પ્રથમ પ્રસ્તુત શક્રસ્તવ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org