________________
કેવા હશે, એ અભાગી જને! જેઓ ભેગસુખના તુચ્છ પુણ્યમાં આંધળોભીંત બની જઈને આ મહાકરુણાને સ્પર્શતા નથી; એ સ્પર્શ કરવાનું ભાગ્ય પણુ પામ્યા નથી; હાય ! એવાં પુણ્ય પણ શા કામના ? જેઓ ઃ ધમ્મદયાણું...
જેઓ દેશ અને સર્વ—બે ય પ્રકારના ચારિત્રધર્મને દેનાર છે, અથવા ચારિત્ર્યધર્મ અને મૃતધર્મને દેનારા છે. મુખ્ય તે એક જ ચારિત્ર્ય ધર્મ છે. પરંતુ તેને પામવાની અભિલાષાપૂર્વકને શ્રાવકધર્મ અને મૃતધર્મ પણ ધર્મ સ્વરૂપ બને છે; અન્યથા નહિ.
૩૫ ગુણયુક્ત વાણી વડે ધર્મદેશના આપનારાં છે.
ધર્મના સાચા સ્વામી છે; ધર્મરૂપી રથને ચલાવવામાં નિષ્ણાત સારથિ છે; ધર્મરૂપી ચક–કે જે શ્રેષ્ઠ છે અને ચાર ગતિના સંસારને અન્ત લાવનાર છે તેના ધારણ કરના ચક્રવતી છે. [સંપદા ઃ ૬] જેઓ ઃ અપડિહય વરનાણઃ
સર્વત્ર અખલિત કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનારા છે તથા સર્વ પ્રકારનાં ઘાતકર્મોથી મુક્ત છે. [ સંપદા : ૭] જેઓ ઃ જિણાણું જાવયાણું..
- રાગ અને તેનો જય કરવાથી સ્વયં જિન છે તથા ઉપદેશ વડે બીજાઓને જિન બનાવનારા છે, સમ્યગ્દર્શનાદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org