________________
૫૩
અને તે દ્વારા સાક્ષાત્ અરિહંત પરમાત્માને વંદન કરવામાં આવ્યું છે. અને છેલ્લે “જે અઈઓ સિદ્ધા” વગેરે પાઠથી હાલ સિદ્ધ ભગવંત થઈ ચૂકેલા કે ભવિષ્યમાં સિદ્ધ ભગવંત થનાર-તેવા દ્રવ્ય અરિહંતોને પણ વંદના કરવામાં આવી છે.
[૪] જાવંતિ ચેઈઆઈ સૂત્રમાં વિશેષથી ગ્રેને વંદના આવે છે. “જે કિંચિ” સૂત્રમાં સામાન્યથી તીર્થ વંદના હતી. તીર્થ કરતાં ચેત્ય એ વિશેષ (સૂક્ષ્મ) છે. અહીં આ સૂત્રમાં તે વિશેષરૂપે ચેને વંદન છે. આથી જ આ સૂત્ર બાદ વિશેષરૂપે વંદના કરવા માટે ખમાસમણું (ઈચ્છામિ ખમાસમણે.....) દેવામાં આવે છે.
[૫] સ્થાવર તીર્થો અને ચ વગેરેના સંરક્ષક અને દર્શક; જે જંગમતીર્થ સ્વરૂપ છે તેવા મુનિ–ભગવંતોને તે કેમ વીસરાય? શાસનરક્ષામાં તેમને ફાળે કેટલે જમ્બર છે! આથી હવે તેમને વંદના અર્પતું સૂત્ર “જાવંત કે વિ સાહૂ” અવતરે છે.
[૬] આટલું થયા બાદ પિતાની સ્વયંસ્કૃતિથી બનાવેલા સ્તવને દ્વારા કે બીજી કઈ સંવિગ્ન, ગીતાર્થ ગુરુભગવંતે વગેરેએ બનાવેલા જિનભક્તિરૂપ સ્તવન વગેરે બેલાય છે. આ સ્તવને બોલતાં પહેલાં પંચ પરમેષ્ઠિ ભાગવંતના સ્મરણનું મંગલ “નમોહસિદ્ધા” બોલીને કરવામાં આવે છે. - પૂજ્યપાદ સિદ્ધસેન દિવાકરસૂરિજી મહારાજાએ નવકાર મન્ટનું સંસ્કૃતીકરણ કર્યું તે જ આ સૂત્ર. આમ કરીને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org