________________
31
(૪) પછી ગુરુ-સુખશાતા–પૃચ્છા થાય છે. (૫) બાદ ગુરુ-ક્ષમાપના થાય છે.
(૬) હવે કોઈ પણ કિયાના આરંભ પહેલાં જીવરાશિ સાથે ક્ષમાપન કરાય છે.
(૭) બાદ પિતાની જાતને શલ્યાદિરહિત કરવા માટે તથા વિશેષ શુદ્ધિ માટેની અભિલાષા વ્યક્ત કરીને તે માટે કોત્સર્ગ કરાય છે.
(૮) પણ કાર્યોત્સર્ગ કરવા પૂર્વે તેના આગારોનું સૂત્ર અવતરે છે.
(૯) પછી વિશિષ્ટ પ્રાયશ્ચિત્તરૂપે કાર્યોત્સર્ગ થાય છે.
(૧૦) ત્યાર બાદ શુદ્ધિ કર્યાના આનંદરૂપે પરમાત્મસ્તવના રૂપે લોગસ્સ બેલાય છે.
અહીં સુધી તે પૂર્વભૂમિકા જ થઈ
હવે આવું શુદ્ધીકરણ કરીને સામાયિકભાવની આરાધના કરવાની છે. તે માટેની પ્રતિજ્ઞા કરવા માટે સામાયિક-દક ઉચ્ચરવાનું છે, પરંતુ તે પહેલાં પૂર્વવિધિ જરૂરી છે.
પહેલાં જે મુહપત્તિને અને શરીરને એ આરાધનામાં ઉપયોગ કરવાનું છે તેનું પ્રત્યેકનું–૨૫, ૨૫ બેલથી પ્રતિલેખન કરી લેવું જોઈએ. શરીરના ૨૫ બેલ પુરુષને હેય છે. સાધ્વીજીને શરીરના ૨૫ બેલને બદલે ૧૮ [ છાતીના ત્રણ + ખભા કાંખના ૪ = ૭ સિવાય ] બેલ હોય છે અને સ્ત્રીઓને ૧૫ [ છાતીના ત્રણ + ખભા કાંખના ૭+ મસ્તકના ૩ સિવાય ] બેલ હોય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org