________________
અહીં એક વાત ધ્યાનમાં રાખવી કે જે સામાયિક પારતી વખતે બીજું સામાયિક લેવાની ભાવના હોય તે પાર્યા વિના જ ઈણ્યિા. પડિકમીને, “સામાયિક મુહપત્તિ પડિલેહું ?” વગેરે વિધિ કરવી.
તે વખતે પહેલા સામાયિકમાં સ્વાધ્યાયમાં હતા જ; જે ચાલુ છે એટલે ચાર ખમાસમણામાં ચેથા આદેશના સ્થાને “સઝાયમાં છું” એમ કહેવું અને માત્ર સ્થાનની અશુન્યતા માટે એક નવકાર ગણવે.
આ રીતે ત્રીજું સામાયિક પણ પૂર્વનું સામાયિક પાર્યા વિના લઈ શકાય; પણ ચોથું લઈ શકાય નહિ. ત્રીજું સામાયિક પૂરું થતાં તે પારીને જ આગળનું સામાયિક લઈ શકાય. આનું કારણ એ છે કે વધુ સમય સુધી સામાયિકમાં રહેવામાં ક્યારેક કેઈ લઘુ, ગુરુ-શંકા થઈ જાય છે ? - એટલે ત્રીજા સામાયિકના છેડે પાર્યા બાદ જ તેવી શંકા વગેરે ન હોય તે ફરી સામાયિક લઈ શકાય.
સામાયિક લેવા અને પારવામાં સમયવિધિ
સામાયિક પૂરેપૂરું લેવાઈ જાય -અર્થાત્ ત્રણ નવકાર ગણાઈ જાય પછી જ ઘડિયાળને સમય જે.
તે સમયથી પૂરેપૂરી ૪૮ મિનિટ થઈ જાય તે પછી જ સામાયિક પારવા માટેની વિધિ શરૂ કરવી.
સામાયિકમાં નવું ગોખવું કે પાછલું પાકું કરવું વગેરે સ્વરૂપ, સ્વાધ્યાય કરે એમ કહ્યું છે. સ્વાધ્યાયમાં જપ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org