________________
ઉત્તરઃ આસ્તે જૈનશાસનની ખૂબી છે. મનશુદ્ધિથી આત્મશુદ્ધિ; અને આત્મશુદ્ધિથી મેક્ષએ વાત તે અન્ય દાર્શનિકેએ પણ કહી. પરંતુ તે મન શુદ્ધિ શી રીતે કરવી? તે તે વિગતથી જૈન શાસોએ જ જણાવ્યું છે. તેમણે જ કહ્યું છે કે, “વાણી અને કાયાના નિયત્રંણ વિના મન ઉપર નિયન્ત્રણ આવી શકતું નથી. માટે એકલા મનથી કામ ન ચાલે, તેની સાથે વાણી અને કાયાનું નિયત્રંણ પણ આવશ્યક છે. મન એ નિશ્ચય છે તે વાણી અને કાયા
વ્યવહાર છે. વ્યવહારશુદ્ધિ વિના નિશ્ચયશુદ્ધિ નહિ; અને નિશ્ચયશુદ્ધિ એ સર્વનયમય આત્મશુદ્ધિ છે. તે વિના મિક્ષ નહિ.
મન એ તેફાની ઘેાડે છે તે વાણી અને કાયા તેની બે લગામ છે.
જેનાં વાણી અને કાયા કબજામાં તેના મનને કબજામાં આવી જતાં ઝાઝી વાર ન લાગે. આથી કેકે સાચું જ કહ્યું છે કે, “મન જાય તે જાને દે, મત જાને દો શરીર.”
રે! કદાચ વાણી અને કાયા કબજામાં હશે અને મન કબજામાં નહિ આવ્યું હોય તો ય તેથી તે આત્માને જ નુકસાન થશે.
પણ જે વાણી અને કાયા બેકાબૂ હશે તે સમગ્ર પ્રજા કે સંઘને તેના બાહ્ય અશુભ આચરણ-દર્શનથી પારાવાર અધર્મ પામવાનું થશે.
[૬] “તસ્સ” તસ્સ એટલે પૂર્વે કરેલા સાવઘાનું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org