________________
જાન્યુઆરી, ૨૦૧૩
અલબત્ત મારા કારણો અને તેમનાં કારણો જુદા છે. પરંતુ કમસે કમ તેઓ તમામ ધર્મોનો આદર કરતા હતા-બેશક ખોટાં કારણોસર કરતા હતા, કારણ કે, તેઓ સત્ય શું છે તે જાણતા નહોતા, શું બધા સાચા હતા ? કે કોઈ પણ ધર્મ ક્યારેય સાચો હતો ખરી ? એ સત્ય તેઓ જાણતા નહોતા એનો કોઈ ઉપાય નહોતો. વળી તેઓ વાણિયા હતા, એટલે એ જાણતા હતા કે, શા માટે કોઈને પણ નારાજ કરવા ? શા માટે તેમને ગુસ્સે કરવા ?
તેઓ બધા એક જ વાત કરે છે, કુરાન, તૂલમૂક, બાઈબલ, ગીતા બધા જ. અને તેઓ પૂરતા બુદ્ધિશાળી હતા, યાદ રાખો ‘પૂરતા” આ ભૂલશો નહીં કે–તેમની વચ્ચેની સમાનતાને કોઈપણ શોધી શકે છે. એ કામ કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ માટે અધરૂં નથી. એટલે હું કહું છું કે, તેઓ ‘પૂરતા બુદ્ધિશાળી હતા', ખરેખર બુદ્ધિશાળી નહોતા. સાચી બુદ્ધિમત્તા હંમેશાં વિદ્રોહી હોય છે, અને તેઓ હિંદુ, ખ્રિસ્તી કે બૌદ્ધ પરંપરાવાદીઓ સામે વિદ્રોહ કરી શક્યા નહોતા.
પ્રબુદ્ધ જીવન : ગાંધી સ્મૃતિ ચિંતન વિશેષાંક
તમને જાણીને આશ્ચર્ય થશે કે, એક સમયે ગાંધીજીએ ખ્રિસ્તી બનવાનો વિચાર કરેલો, કારણ કે, ખ્રિસ્તીઓ બીજા કોઈ પણ ધર્મ કરતાં વિશેષપણે ગરીબોની સેવા કરે છે. પરંતુ તેઓ તરત સભાન બની ગયા હતા કે, એ સેવા ખરેખરો ધંધો છુપાવવા માટેનો બૂરખો માત્ર છે. ખરો ધંધો લોકોનું ધર્માંતરણ કરાવવાનો છે. કેમ ? કારણ કે, તે સત્તા આપે છે. તમારી પાસે જેટલા વધુ લોકો હશે એટલી વધુ સત્તા તમે ધરાવશો. જો તમે સમગ્ર દુનિયાને ખ્રિસ્તી કે યહૂદી કે હિન્દુ બનાવી દો છો તો બેશક. એ લોકો અગાઉ કોઈની પણ પાસે હશે તે કરતાં વિશેશ સત્તા ધરાવતા હશે. અલેકઝાંડરો પણ તેમની સરખામણીમાં ઝાંખા પડી જશે. આ એક સત્તાનો સંધર્ષ છે.
જે ક્ષણે ગાંધીજીએ આ જોયું-અને હું ફરી કહું છું કે તેઓ આ જોઈ શકે, એટલા તો બુદ્ધિશાળી હતા જ-કે તરત તેમણે ખ્રિસ્તી બનવાનો તેમનો વિચાર બદલી નાંખ્યો. વાસ્તવમાં, ભારતમાં ખ્રિસ્તી હોવા કરતાં હિન્દુ હોવું વધુ ફાયદાકારક હતું. ખ્રિસ્તીઓ માત્ર એક ટકા છે. એટલે તેઓ કઈ રાજકીય સત્તા ધરાવી શકે ? હિન્દુ રહેવું સારું હતું, મારું કહેવાનું તાત્પર્ય છે, તેમના મહાત્માપણા માટે સારું હતું. પરંતુ તેઓ; સી. એ. એન્ડ્રુઝ જેવા ખ્રિસ્તીઓને, જૈનો, બૌદ્ધો અને ‘સરહદના ગાંધી’ તરીકે ઓળખાયેલા માણસ જેવા મુસ્લિમોને પ્રભાવિત કરી શક્યા હતા.
સરહદના ગાંધી હજુ પણ જીવે છે, તેઓ પન્નૂન જાતિના છે, તેઓ ભારતના સરહદી પ્રાંતમાં રહે છે. પન્નૂન લોકો ખૂબ જ સુંદર પ્રજા છે, ખરતનાક પણ છે. તેઓ મુસ્લિમ છે અને જ્યારે તેમના નેતા ગાંધીજીના અનુયાયી બન્યા હતા, ત્યારે સ્વાભાવિક રીતે જ તેઓ પણ તેમને અનુસર્યા હતા. ભારતના મુસ્લિમોએ ક્યારેય સરહદના ગાંધીને માફ કર્યા નથી, કારણ કે તેઓ હંમેશાં વિચારતા કે તેમણે
૨૯
તેમના ધર્મની ગદ્દારી કરી હતી.
તેમણે ધર્મ નિભાવેલો કે તેની ગદ્દારી કરી હતી? એ સવાલ સાથે મને કી નિસ્બત નથી. હું જે કહું છું તે એ છે કે, ગાંધીજીએ પોતે એક વાર જેન બનવાનો વિચાર કરેલો. તેમના પ્રથમ ગુરુ, જેન હતા- શ્રીમદ્ રાજચંદ્ર. હિન્દુઓ હજુ પણ દુભાયેલા છે કે તેમણે સૌ પ્રથમ એક જૈનનાં ચરણસ્પર્શ કરેલાં.
ગાંધીજીના બીજા ગુરુ રશિયન લેખક રસ્કિન હતા–અને હિન્દુઓને તેનાથી વિશેષ આઘાત લાગશે. રસ્કિનના મહાન પુસ્તક, ‘અન ટુ ધીસ લાસ્ટે' ગાંધીજીના જીવનમાં પરિવર્તન આણ્યું હતું. પુસ્તકો ચમત્કારો સર્જે છે. તમે અન ટૂ ધીસ લાસ્ટ પુસ્તક વિશે સાંભળ્યું નહીં હોય, એ એક નાની પુસ્તિકા છે, અને ગાંધીજી જ્યારે મુસાફરી કરી રહ્યા હતા ત્યારે તેમના એક મિત્રે તેમને પાછા વળતી વખતે વાંચવા માટે આપેલું. ગાંધીજીએ તે સાચવી રાખ્યું હતું. તેને વાંચવાનો ખરેખર વિચાર પણ કર્યો નહોતો. પરંતુ જ્યારે પૂરતો સમય હતો, ત્યારે તેમણે વિચાર્યું કે, ‘શા માટે પુસ્તકમાં એક નજર ના ફેરવી લેવી ?’ અને આ પુસ્તકે તેમને આખું જીવનદર્શન આપ્યું. હું તેમના દર્શનનો વિરોધી છું, પરંતુ એ પુસ્તક મહાન છે. તેનું દર્શન કશા કામનું નથી–પરંતુ ગાંધીજી એક સંગ્રાહક હતા; તેઓ સુંદર સ્થળોએથી પણ મસાલો ભેગો કરી લેતા. એક માણસ એવો છે કે, તેમને સુંદર બગીચામાં લઈ જશો તો પણ તે તમને એવી જગ્યાએ લાવીને મૂકી દેશે કે જે ત્યાં ના હોવી જોઈએ. તેમનો અભિગમ નકારાત્મક છે–અને એવા લોકો પણ છે, જેઓ કેવળ કાંટા જ ભેગા કર્યા કરે છે તેઓ પોતાને ક્લાસંગ્રાહક કહે છે.
જો મેં ગાંધીની માફક એ પુસ્તક વાંચ્યું હોત તો હું; એ જ તારણ પર ના આવ્યો હોત. પુસ્તકનો સવાલ નથી, જે વાંચે છે, જે પસંદ કરે છે, જે ભેગું કરે છે-એ માણસનો સવાલ છે. અમે બંનેએ એક જ સરખા સ્થળોની મુલાકાત લીધી હશે, તો પણ તેમનો સંગ્રહ જુદો હશે. મારા માટે એમનું એ ચયન તદ્દન નકામું છે. તેમણે મારા ચયન અંગે શું વિચાર્યું હોત એ હું જાણતો નથી, અને કોઈ પણ જાણતું નથી. પરંતુ હું જાણું છું ત્યાં સુધી, તેઓ ખૂબ જ પ્રામાણિક માણસ હતા; એટલે હું એવું નથી કહી શકતો કે, તેમણે મારી જેમ એમ કહ્યું હોત કે, ‘તેનો સંગ્રહ, તેનું ચયન એ માત્ર ઢગલો છે.’ કદાચ તે એવું કહી શક્યા હોત અથવા ના પણ કહે–અને આ જ વાત મને એ માણસની ગમે છે. તેઓ પોતાનાથી અજાણી-૫૨કીય ચીજને પણ બિરદાવી શકતા હતા અને તેને ગ્રહણ કરવા બને તેટલા ખુલ્લા રહેવાની કોશિશ કરતા
હતા.
તેઓ મોરારજી દેસાઈ જેવા માણસ નહોતા, જેઓ સંપૂર્ણપણે બંધિયાર છે. મને ધણીવાર નવાઈ લાગે છે કે તેઓ શ્વાસ શી રીતે લઈ શકતા હશે, કારણ કે, કમ સે કમ તમારું નાક તો ખુલ્લું રાખવું પડે.