Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
E MAIN શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
3 ૩નં ર :
इन्द्रात्प्रभुत्वं ज्वलनात्प्रतापं क्रोधं यमादवैश्रमणाच्च वित्तं ।
सत्यस्थिती रामजनार्दनाभ्या मादाय राज्ञः क्रियते शरीरम् ॥ १ ॥ ભાવાર્થ : ઈન્દ્ર પાસેથી પ્રભુતા, અગ્નિ પાસેથી પ્રતાપ, યમ પાસેથી ક્રોધ, વૈશ્રમણ પાસેથી ધન, રામ પાસેથી સત્ય અને વાસુદેવ પાસેથી મર્યાદા ગ્રહણ કરીને રાજા (રાણી)ના શરીર કરાયા છે.
વળી તે બંને રાણીઓ ગજગતિ ચાલે ચાલતી ચંદ્રવયણી સમ ચકોરી, આડી નજરે નિહાળતી, સ્વામીના ચિત્તને ચોરનારી છે. (૨૫)
તે બંને રાણીઓ પોતાના પ્રિયતમ સાથે પંચ વિષય સુખ ભોગવતા સાથે ગર્ભવતી થઈ અને ગર્ભકાળ પૂર્ણ થયે છતે રૂપે ઈન્દ્ર સમાન અને કંદર્પના માનને મોડનાર એવા એક એક પુત્રને બંને રાણીઓએ જન્મ આપ્યો. (૨૬)
પુત્ર જન્મની ખુશાલીમાં ગૌરી ધવલ-મંગલ ગીત ગાય છે અને રાજા આનંદમાં આવી જઈને અતિ મોટો ઉત્સવ કરાવે છે અને સ્વજન કુટુંબને જમાડીને બંને કુંવરોનું કુરુચંદ્ર તથા ની હરિચંદ્ર એવું નિરૂપમ નામ રાખે છે. (૨૭)
અનુક્રમે શુક્લપક્ષમાં જેમ બીજનો ચંદ્ર વધે છે અને પૂનમે સંપૂર્ણ ગોળાકારે પૂર્ણકળાએ ખીલી ઉઠે છે. તેમ બંને કુંવરો રાજભવનમાં રૂપથી ગુણથી અને પુણ્યથી વધવા લાગ્યા. (૨૮) - ત્યારબાદ શસ્ત્રકળા તથા શાસ્ત્રકળામાં ભણવા દ્વારા પારંગત થયા અને અનુક્રમે યૌવન , વય પામ્યા ત્યારે રાજા પણ બંને કુંવરોના કારણે અધિક દિપવા લાગ્યા. વિજયચંદ્ર રાજા પણ ચતુરંગી સેના અને સુભટોના સુંદર સાજ સાથે વિવિધ પ્રકારના સુખને ભોગવે છે. - હાથીઓ ગર્જના કરે છે. ઘોડાઓ હણહણાટ કરી રહ્યા છે. પાયક એટલે પગે ચાલનારા | સુભટો, પાલખી અને રથોના સમૂહ, શેઠ, સેનાપતિ વગેરે રાજસેવકો બે કરજોડી જેની ૬ સેવામાં હાજર છે. એવા વિજયચંદ્ર રાજા વિવિધ સુખને ભોગવે છે. (૨૯)
એ પ્રમાણે માલવ દેશ. રત્નપુરીનગરી. રાજા રાજકુંવરો અને સેનાના વર્ણન સહિત .પ્રથમ ઢાળ પૂર્ણ થઈ એમ કવિ ઉદયરત્ન હર્ષ ધરીને કહે છે. તે શ્રોતાજનો ! તમે સાવધાન થઈને સાંભળજો. (૩૦)