Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
IS A S શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ)
S S SS તે નગરીને ચારે તરફ ફરતો ગોળાકારે ગઢ છે. તેમાં જડેલા કોસીસાં ઝલકી રહ્યાં છે. તે નગરીમાં અન્ય કોઈ વ્યક્તિ પ્રવેશ પામી શકતું નથી. ભૂલેચૂકે પ્રવેશ કરે તો પાછા બહાર નીકળી શકતા નથી અને શત્રુ તો તે નગરી સામે નજર પણ માંડી શકતા નથી. (૧૫)
વળી તે નગરી મોટા મોટા મંદિરો, જિનાલયો, ઝરૂખાઓ ગોખોથી મનોહર છે. અતિ આ ઊંચી પોળો છે.વળી ત્યાંની સ્ત્રીઓ ઉત્તમજાતિની શીલવતી અને સદાચારી છે. જગતમાં તેની જોડ મળે તેમ નથી. (૧૬)
વળી ત્યાંનો જનસમૂહ કેવો છે ? તે કહે છે. દાની, માની, ગૌરવશાલી, સમૃદ્ધિશાલી, $ જ્ઞાની, ધ્યાન, ધર્મનો રાગી છે. ઉત્તમ મનુષ્યનો સંગ કરનારો છે. આવા ઉત્તમ અઢાર વર્ણના લોકો ત્યાં વસી રહ્યા છે. (૧૭)
વળી તે નગરીના લોકો તપ-જપ, તીર્થયાત્રા, કુળની મર્યાદા કરનારા, પોતપોતાના | ગુરુની સેવા કરનારા છે. જિનેશ્વરના જિનાલયો તેમજ શિવના દેવળો શોભે છે. તે રત્નપુરીનાં લોકો પોતપોતાના ઈષ્ટદેવની પૂજા કરી ઉત્તમ આંગીને રચે છે. (૧૮)
રત્નપુરીનગરીમાં વાવડીઓ, કૂવાઓ, બગીચાઓ અત્યંત શોભી રહ્યા છે. વળી ચારેય ને | દિશામાં ચોરાશી ચૌટાઓ (ચાર રસ્તા) શોભી રહ્યા છે. તે નગરીનાં લોકો ઘણાં કરોડપતિ અને લખપતિ છે અને કોઈ સુખનાભોગી તો કોઈ વિદ્યાના વિલાસી છે. (૧૯)
ત્યાંની પ્રજા કેવી છે ? તે કહે છે, વિનયી, વિવેકી અને વિશ્વાસુ છે. તે રત્નપુરીમાં | દેશના લોકો, પરદેશના લોકો અને મોટા વ્યાપારી લોકો મોટા વ્યાપર કરી રહ્યા છે. આ રત્નપુરીની શોભા કેટલી કહું? મારાથી વર્ણવી શકાય તેમ નથી કેમકે રત્નપુરીની શોભા આગળ ઈન્દ્રપુરી પણ હારી ગઈ છે.
રત્નપુરીનગરીમાં અનંગરતિ રાણીની કુક્ષિથી ઉત્પન્ન થયેલ, પરાક્રમ પૂર્ણ, સૂર્યસમ તેજસ્વી - પ્રતાપી, તથા સિંહ સમ સાહસિક, શૂરવીર, શત્રુનું મર્દન કરનાર રાજાના કુળોમાં અગ્રેસર કેસરી સિંહ સમાન શત્રુગણને હરાવવામાં અજોડ છે. શૂરવીરતા યુક્ત દિન તથા તામસગુણી, તલવારની ધારે શત્રુના મૂળને ઉખાડનારો, પ્રજા સૌમ્યગુણે પાળનારો
એટલે પ્રજાપાલક અને દુઃખિયાના દુઃખને કાપનારો એવો વિજયચંદ્ર નામનો રાજા ત્યાં 5 ની રંગભર રાજ્ય કરી રહ્યો છે. (૨૧, ૨૨, ૨૩)
તેમજ વળી સોનામાં સુગંધની જેમ તેને રંભા સમાન “મદનસુંદરી' નામની ચતુર આ પટ્ટરાણી અને કમલા નામે રૂપવતી બીજી પણ રાણી છે. (૨૪)