Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ
વળી આ ૩૨,૦૦૦ દેશોમાં એકત્રીસ હજાર નવસો અને સાડા ચુંમોતેર અનાર્ય દેશો છે કે જ્યાં પુણ્ય અને પાપ શું છે ? તેને તે દેશનાં લોકો ઓળખી શકતા નથી. (૬)
આ ૩૨,૦૦૦ દેશોમાં ફક્ત સાડી પચ્ચીશ સોહામણા ઉત્તમ આર્ય દેશ છે જે દેશમાં ત્રેસઠશલાકા ઉત્તમ પુરુષો જન્મ લે છે અને તે જ આર્ય ભૂમિમાં જિનેશ્વર દેવો વિચરે છે. (૭)
વળી અરિહંત પરમાત્માએ આગમોમાં આર્યદેશની ઉત્તમતા વર્ણવતા બતાવ્યું છે કે, ત્યાંના લોકો સૂક્ષ્મ અને બાદર જીવોને ઓળખે છે. આશ્રવ તત્ત્વને રુંધે છે. એટલે કે નવા આવતા કર્મ કચરાને રોકી વ્રત પચ્ચક્ખાણને જીવનમાં આદરે છે. (૮)
માલવ દેશની ભવ્યતા
આ જંબુદ્વીપના ભરતમાં સુંદર એવો માલવ દેશ છે. તે માલવ દેશ કેવો છે ? તે દેશમાં એક લાખ બાણું હજા૨ ગામ છે અને ત્યાં સુંદર જનપદ વસી રહ્યો છે. (૯)
વળી માલવ દેશ ધન-ધાન્ય, કણ-કરિયાણુ કંચન (સોનું-રૂપું) આદિ ઋદ્ધિથી સમૃદ્ધ છે. જલકલ્લોલ કરતી નદીયો શોભી રહી છે. માલવ દેશમાં દરિદ્રતા કે દુષ્કાળ ક્યારે પણ સંભવતા નથી. આમ માલવ દેશ એક પણ વાતે અધૂરો નથી. (૧૦)
આ માલવ દેશની શોભા નિહાળી દેવ-દેવીઓ અને ઈન્દ્ર સરીખા પણ આશ્ચર્ય પામે છે. પગલે પગલે વૃક્ષની શ્રેણીઓ છે જેથી ત્યાં પરદેશી અને પંથીઓ (મુસાફરો) વિશ્રામ લઈ શકે છે. (૧૧)
આ માલવ દેશની શોભા કેટલી વર્ણવું ? વર્ણન કરતા પાર આવે તેમ નથી. જ્યાં બારે માસ છત્રીસ જાતિના અનાજ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ શ્યામા સ્રી શૃંગાર ધારણ કરે તો શોભી ઉઠે છે. તેમ જાણે માલવ દેશની ધરતીએ શૃંગાર ધારણ કર્યો હોય તેવી તે ધરતી રંગીલી બની છે. (૧૨)
પૃથ્વીતલમાં જોતાં માલવ દેશની શોભા એટલી છે કે તેને ઉપમા આપી શકાય તેવી બીજી કોઈ નગરી નથી. અર્થાત્ માલવ દેશ સમગ્ર દેશ કરતા સર્વ પ્રકા૨ની ઋદ્ધિ સિદ્ધિથી સમૃદ્ધ છે. જેમ જગતમાં અનેક દેવને જોતાં તીર્થંકરની તુલનામાં કોણ કહેવાય ? કોઈ જ નહિ. તેમ માલવ દેશની તુલાનામાં પણ બીજો કોઈ દેશ આવી શકતો નથી. (૧૩)
રત્નપુરીનગરીની ભવ્યતા
તે માલવ દેશમાં ઋદ્ધિ-સિદ્ધિથી સમૃદ્ધ નિરૂપમ રત્નપુરી નામની નગરી છે. તેની શોભા એટલી છે કે તેને જોઈને અલકાપુરી દૂર ચાલી ગઈ. લંકાપુરીએ લજ્જાથી સમુદ્રમાં ઝંપાપાત કર્યો. અને ઈન્દ્રપુરી તો ઊંચે આભમાં જ ચડી ગઈ કેમકે રત્નપુરીની શોભા અધિક છે. (૧૪)
૬ 25252