Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૧૬
પવિત્ર કલ્પસૂત્ર છે. ઉપરની છતના ભાગમાં ચંદર બાંધેલો છે. ચિત્રની ડાબી બાજુએ એક યુવાન તથા ચાર - ઉમ્મરલાયક માણસે, એમ કુલ મળીને પાંચ વ્યક્તિઓ દાન લેવા આવેલી દેખાય છે.
ચિત્ર ૩૫ઃ દીક્ષા મહોત્સવ. ઈડરની પ્રતના પાના ૪૬ ઉપરથી.ચિત્રનું કદ ૨૪૨ ઈંચ છે.
વાષિક દાની ક્રિયા સમાપ્ત થતાં, પિતાના વડિલ બંધુ નંદિવર્ધનની અનુમતિ લઈદેવે આણેલા ક્ષીર સમુદ્રના જળથી, સર્વ તીર્થોની માટીથી અને સકલ ઓષધિઓથી નંદિવર્ધન રાજાએ પ્રભને પર્વ દિશા સામખ બેસાડી તેમને અભિષેક કર્યો. પ્રભુને એ રીતે સ્નાન કરાવી, ગંધકાષાયી વસ્ત્રવડે શરીરને લછી નાખી આખે શરીરે ચંદનનું વિલેપન કર્યું. પ્રભુના આખા શરીર ઉપર સુવર્ણજડિત છેડાવાળું, સ્વચ્છ, ઉજવળ અને લક્ષમૂલ્યવાળું શ્વેતવસ્ત્ર શોભવા લાગ્યું. વક્ષ:સ્થળ ઉપર કિંમતી હાર ઝલવા લાગ્યો. બાજુબંધ અને કડાંઓથી તેમની ભુજાઓ અલંકૃત બની અને કંડલના પ્રકાશથી તેમના મુખમંડળમાં દીપ્તિ આવવા લાગી. આવી રીતે આભૂષણે અને વસ્ત્રોથી અલંકૃત થઈ પ્રભુ પાલખીમાં બિરાજમાન થયા. આ સમયે આખા ક્ષત્રિયકુંડ નગરને વિજા-પતાકા તથા તેરણાથી શણગારવામાં આવ્યું હતું.
પચાસ ધનુષ્ય લાંબી, પચીસ ધનુષ્ય પહોળી, છત્રીસ ધનુષ્ય ઊચી, સુવર્ણમય સેંકડો સ્તંભોથી શોભી રહેલી અને મણિઓ તથા સુવર્ણથી જડિત એવી “ચંદ્રપ્રભા' નામની પાલખીમાં , પ્રભુ (મહાવી૨) દીક્ષા લેવા નિસર્યો.
તે સમયે હેમંત ઋતુને પહેલે મહિને-માગશર માસ, પહેલું પખવાડિયું કૃષ્ણ પક્ષ અને દશમની તિથિ હતી. તે વેળા તેમણે છઠને તપ કર્યું હતું અને વિશુદ્ધ લેસ્યાઓ વર્તતી હતી. પ્રભુના જમણે પડખે કુલની મહત્તા સ્ત્રી હંસલક્ષણ ઉત્તમ સાડી લઈને ભદ્રાસન ઉપર બેઠી હતી. સર્વ પ્રકારની તૈયારી થઈ રહ્યા પછી નંદિવર્ધનની આજ્ઞાથી તેના સેવકેએ પાલખી ઉપાડી.
ચિત્રની મધ્યમાં પાલખીમાં પ્રભુ વસ્ત્રાભૂષણથી સુસજિત થઈને બેઠેલા છે. બંને બાજુ એકેક સી ચામર વીંઝતી બેઠેલી છે. ચાર સેવકેએ પાલખી ઉપાડી છે. પાલખીની આગળ બે માણસે ભૂંગળ વગાડતા અને એક માણસ જોરથી નગારું વગાડતે તથા પાલખીની પાછળના ભાગમાં બે માણસ નગારું વગાડતા દેખાય છે.
ચિત્ર ૩૬ઃ પંચમુખિલચ અને અર્ધવસ્ત્રદાન. ઈડરની પ્રતના પાના ૫૦ ઉપરથી. ચિત્રનું મૂળ કદ ૩૮ર ઈચનું છે. - ચિત્રમાં ઉપર અને નીચે એમ બે પ્રસંગે છે. તેમાં કથાના પરિચયની શરૂઆત નીચેના • પંચમણિ લેચના ચિત્રથી થાય છે. અશોકવૃક્ષ (આસોપાલવ નહિ)ની હેઠળ આવી પ્રભુ નીચે ઉતર્યા
અને પોતાની મેળે જ એક મુષ્ટિ વડે દાઢીમૂછને અને ચાર મુષ્ટિ વડે મસ્તકના કેશને એવી રીતે પંચમૃષ્ટિ લેચ કર્યો. એ વેળા નિર્જળ છનો તપતે તે જ, ઉત્તરાફાગુની નક્ષત્રને યોગ થયે ત્યારે ઈ ડાબા ખભા ઉપર સ્થાપન કરેલું દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, એકલા એટલે રાગદ્વેષરહિતપણે કેશને લેચ કરવા રૂપ દ્રવ્યથી અને ક્રોધાદિને દૂર કરવારૂપ ભાવથી મુંડ થઈને, ગૃહવાસથી નીકળીને અનગારપણુ-સાધુપણા–ને પામ્યા.
ચિત્રમાં શ્રમણ ભગવાન મહાવીરના ડાબા ખભા ઉપર દેવદૂષ્ય વસ્ત્ર તથા અશોકવૃક્ષની