Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 415
________________ પછી એમના કેઈ શિષ્ય ક્ષે ગયા અને પછી એમના પ્રશિષ્ય એટલે જંબુસ્વામી મોક્ષે ગયા. આ યુગાન્તકૃતભૂમિકા જંબુસ્વામી સુધી જ ચાલી પછી બંધ પડી ગઈ. અને ભગવાનને કેવળી થયે ચાર વરસ વીત્યા પછી કેઈક મોક્ષે ગયો, એટલે કે ભગવાનને કેવળી થયા પછી ચાર વરસે મુક્તિનો માર્ગ વહેતા થયા અને તે જંબુસ્વામી સુધી વહેતો રહ્યો. ૧૪૬ તે કાળે તે સમયે શ્રમણ ભગવાન મહાવીર ત્રીસ વરસ સુધી ગૃહવાસમાં રહીને બાર કરતાં વધારે વરસ સુધી છદ્મસ્થ એવા મુનિ પર્યાયને પામીને તે પછી ત્રીસ કરતાં કંઈક એાછાં વરસ સુધી કેવળી પર્યાયને પામીને એકંદર કુલ બેંતાલીસ વરસ સુધી સાધુપણાનો પર્યાય પામીને એ રીતે કુલ તેર વરસનું આયુષ્ય પૂરું કરીને અને તેમનાં વેદનીય આયુષ્ય નામ અને ગોત્રકર્મ ક્ષીણ થયા પછી આ અવસર્પિણી કાળને દુઃષમ - સુષમ નામને ચેાથે આરે બહુ વીત્યા પછી તથા તે આરાના ત્રણ વરસ અને સાડા - આઠ મહિના બાકી રહ્યા પછી મધ્યમાપાપી નગરીમાં હસ્તિપાળ રાજાની મંજણી કામદારોને બેસવાની જગ્યામાં એકલા કઈ બીજું સાથે નહિ એ રીતે છે ટંકનાં ભેજન અને પાનને ત્યાગ કરીને એટલે કે છઠ કરીને સ્વાતિ નક્ષત્રને વેગ થતાં વહેલી સવારે એટલે કે ચાર ઘડી રાત બાકી રહેતાં પદ્માસનમાં બેઠેલા ભગવાન કલ્યાણફળવિપાકનાં પંચાવન અધ્યLયનોને અને પાપફળવિપાકનાં બીજાં પંચાવન અધ્યયનોને અને કેઈએ નહિ પૂછેલા એવા પ્રશ્નોના ખુલાસા આપનારાં છત્રીસ અધ્યયનેને કહેતાં કહેતાં કાળધર્મને પામ્યા-જગતને છડી ગયા, ઊર્ધ્વગતિએ ગયા અને એમનાં જન્મ જરા અને મરણનાં બંધને કપાઈ ગયાં. તેઓ સિદ્ધ થયા, બુદ્ધ થયા, મુકત થયા, તમામ કર્મોનો એમણે નાશ કર્યો. તમામ સંતા વગરના થયા અને તેમનાં તમામ દુઃખો હીણું થઈ ગયાં એટલે નાશ પામી ગયાં: ૧૪૭ આજે તમામ દુખે જેમનાં નાશ થઈ ગયાં છે, એવો સિદ્ધ, બુદ્ધ યાવત શ્રમણ ભગવાન મહાવીરનું નિર્વાણ થયાને નવ વર્ષ વીતી ગયાં, તે ઉપરાન્ત એ હજારમાં વર્ષના એંશીમા વર્ષને વખત ચાલે છે. એટલે ભગવાન મહાવીરને નિર્વાણ પામ્યાને આજે ૮૦ વરસ થયાં બીજી વાચનામાં વળી કેટલાક એમ કહે છે કે નવસે વરસ ઉપરાન્ત હજારમા વર્ષના તાણમા વર્ષને કાળ ચાલે છે, એ પાઠ દેખાય છે. એટલે એમને મતે મહાવીર નિવાર્ણને નવસો તાણું-૭-વર્ષ થયાં કહેવાય. પુરુષાદાનીય અહિત પાસ ૧૪૮ તે કાલે તે સમયે પુરુષાદાનીય પાર્શ્વ અરહંત પંચ વિશાખાવાળા હતા એટલે એમના જીવનના પાંચ પ્રસંગમાં વિશાખા નક્ષત્ર આવેલું હતું. તે જેમકે ૧ પાર્શ્વ અરહંત વિશાખા નક્ષત્રમાં ચવ્યા, ચવીને ગર્ભમાં આવ્યા. ૨ દિશાખા નક્ષત્રમાં જનમ પામ્યા ૩ વિશાખા નક્ષત્રમાં મંડ થઈને ઘરથી બહાર નીકળી તેમણે અનગારની દશાને સ્વીકારી. ૪ વિશાખા નક્ષત્રમાં તેમને અનંત, ઉત્તમોત્તમ, વ્યાર્ધત વગરનું, આવરણ વગરનું, સકલ,

Loading...

Page Navigation
1 ... 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458