Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
હરિતસૂમ, ૨ નીલું હરિતસૂક્ષમ, ૩ રાતું હરિતસૂમ, ૪ પીળું હરિતસૂકમ, ૫ ઘણું હરિતસૂકમ. એ હરિતસૂકમ જે જમીન ઉપર ઉગે છે તે જમીનને જે રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું હોય છે એમ જણાવેલું છે, છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું હોય છે, જવાનું હોય છે અને પડિલેહવાનું હોય છે. - એ હરિસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
૨૭૦ પ્ર૦-હવે તે પુષ્પસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ૦-પુષ્પ એટલે ફૂલ, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ફૂલ, એ પુષ્પસૂક્ષ્મ. એ પુષ્પસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ કાળું પુષ્પસૂમ, ૨ નીલું પુષ્પસૂક્ષ્મ, ૩ રાતું પુષ્પસૂમ, ૪ પીળું પુષ્પસૂક્ષમ, ૫ ધોળું પુષ્પસૂફમ. એ પુષ્પસૂક્ષમ જે ઝાડ ઊપર ઉગે છે તે ઝાડનો જે રંગ હોય છે તેવા તદ્દન સરખા રંગવાળું જણાવેલું છે. છાસ્થ નિર્ચથે કે નિથીએ જેને વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ પુષ્પસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
ર૭૧ પ્ર૦-હવે તે અંડસૂમ શું કહેવાય?
ઉ૦–અંડ એટલે ઈંડું. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું ઈંડુ, એ અંડસૂફમ. અંડસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ મધમાખ વગેરે ડંખ દેનાર પ્રાણીઓનાં ઈંડાં, ૨ કરોળિયાનાં ઇંડાં, ૩ કીડિઓનાં ઈંડાં, ૪ ઘરેળીનાં ઈંડાં, ૫ કાકીડાનાં ઈંડાં. છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીએ એ ઇંડાં વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે અને પડિલેહવાનાં છે. એ અંડસકમની સમજુતી થઈ ગઈ
ર૭૨ પ્ર૦-હવે તે લેણસૂમ શું કહેવાય?
ઉ૦-લેણ એટલે દર, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું દર, એ લેણુસૂમ. લેણસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ગયા વગેરે જીવોએ પિતાને રહેવા માટે જમીનમાં કેરી કાઢેલું દર-ઉત્તિગલેણુ, ૨ પાણી સૂકાઈ ગયા પછી
જ્યાં મોટી મોટી તરાડો પડી ગઈ હોય ત્યાં જે દર થયાં હોય તે ભિંગુલેણ, ૩ બિલ– ભેણ, ૪ તાલમૂલક-તાડના મૂલ જેવા ઘાટવાળું દર-નીચેથી પહોળું અને ઊપર સાંકડું એવું દર-ભેણુ. પાંચમું શંખૂકાવર્ત-શંખના અંદરના આંટા જેવું ભમરાનું દર. છદ્મસ્થ નિર્ગથે કે નિગ્રંથીઓ એ દરે વારંવાર વારંવાર જાણવાનાં છે, જેવાનાં છે અને પડિલેહવાનાં છે. એ લેણસૂમની સમજુતી થઈ ગઈ
૨૭૩ પ્રક-હવે તે સ્નેહસૂક્ષ્મ શું કહેવાય? આ ઉ૦-સ્નેહ એટલે ભીનાશ, જે ભીનાશ જલદી નજરે ન ચડે એવી હોય તે સ્નેહસૂમ. સ્નેહસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે, તે જેમકે; ૧ ઓસ, ૨ હિમ–જામી