Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 445
________________ 35 ગયેલા પાણીનું ટપકું, ૩ ધૂમસ, ૪ કરા, ૫ હરતનુ—ઘાસની ટોચ ઊપર ખાઝેલાં પાણીનાં ટીપાં, છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ એ પાંચે સ્નેહસૂક્ષ્મ વારંવાર વારંવાર જાણવાનાં છે, જોવાનાં છે, પડિલેહવાનાં છે. એ સ્નેહસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ. એ રીતે આઠે સૂક્ષ્માની સમજુતી થઈ ગઈ. ૨૪ વર્ષાવાસ રહેલા ભિક્ષુ, આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવાનું ઇચ્છે અથવા તે તરફ પેસવાનું ઇચ્છે તે આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ કરીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રનતંકને, ગણને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કાઇને પ્રમુખ માનીને વિહરતા હોય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે, ભિક્ષુ તેમને આ રીતે પૂછેઃ ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું ગૃહપતિના કુલ ભણી આહાર સારુ અથવા પાણી સારુ નીકળવા ઇચ્છું છું કે પેસવા ઈચ્છું છું,' આમ પૂછ્યા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તેા એ રીતે તે ભિક્ષુને ગૃહસ્થના કુલ ભણી આહાર માટે કે પાણી માટે નીકળવું અથવા પેસવું ખપે અને જો તેઓ તેને સમ્મતિ ન આપે તે ભિક્ષુને આહાર માટે અથવા પાણી માટે ગૃહસ્થના કુલ ભણી નીકળવું અથવા પેસવું ને ખપે. પ્ર૦-હે ભગવન્ ! તે એમ કેમ કહેા છે. ? ઉ-સમ્મતિ આપવામાં કે ન આપવામાં આચાર્યો પ્રત્યવાયને એટલે વિઘ્નને આફતને જાણતા હાય છે. ૨૭૫ એ જ પ્રમાણે વિહારભૂમિ તરફ જવા સારુ અથવા વિચારભૂમિ તરફે જવા સારુ અથવા બીજું જે કાંઈ પ્રયેાજન પડે તે સારુ અથવા એક ગામથી બીજે ગામ જવા સારું એ બધી પ્રવૃત્તિઓ માટે ઊપર પ્રમાણે જાણવું. ૨૭૬ વર્ષોવાસ રહેલા ભિક્ષુ કાઇપણ એક વિગયને ખાવા ઈચ્છે તેા આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા સ્થવિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેદકને અથવા જે કોઇને પ્રમુખ ગણીને વિહરતા હોય તેમને પૂછ્યા વિના તેને તેમ કરવાનું ના ખપે. આચાર્યને અથવા ઉપાધ્યાયને અથવા વિરને અથવા પ્રવર્તકને, ગણિને, ગણધરને, ગણાવચ્છેકને અથવા જે કોઇને પ્રમુખ માનીને વિહરતા હૈાય તેમને પૂછીને તેને તેમ કરવાનું ખપે. ભિક્ષુ તેમને આ રીતે પૂછે; ‘હે ભગવન્ ! તમારી સમ્મતિ પામેલા છતા હું કાઈ પણુ એક વિગયને આટલા પ્રમાણમાં અને આટલીવાર ખાવા સારું ઈચ્છું છું.' આમ પૂછ્યા પછી જો તેઓ તેને સમ્મતિ આપે તે એ રીતે તે ભિક્ષુને કાઇપણ એક વિગય ખાવી ખપે, જો તે તેને સમ્મતિ ન આપે તેા તે ભિક્ષુને એ રીતે કાઈ પણ એક વિગય ખાવી ના ખપે.

Loading...

Page Navigation
1 ... 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458