Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
ને ખપે યાવત્ કાઉસગ કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કેઈ આસને ઊભા રહેવાનું ને ખપે.
૨૮૧ વર્ષાવાસ રહેલાં નિએ કે નિર્ચથીઓએ શમ્યા અને આસનને અભિગ્રહ નહીં કરનારા થઈને રહેવું ને ખપે. એમ થઈને રહેવું એ આદાન છે એટલે દોષના ગ્રહણનું કારણું છે. . .
. . . જે નિગ્રંથ કે નિર્ચથી શય્યા અને આસનને અભિગ્રહ નથી કરતા, શય્યા કે આસન ઊચાં-જમીનથી ઊચાં નથી રાખતાં તથા સ્થિર નથી રાખતાં, કારણ વિના (શમ્યા કે સનને) બાંધ્યા કરે છે, માપવગરનાં આસને રાખે છે, આસન વગેરેને તડકે ખાડતા નથી, પાંચસમિતિમાં સાવધાન રહેતા નથી, વારંવાર વારંવાર પડિલેહણ કરતા નથી અને પ્રમાર્જન કરવા બાબતે કાળજી રાખતા નથી તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી કઠણ પડે છે . . #!! #:"= :.
આ આદાન નથી. જે નિગ્રંથ કે નિથી શમ્યા અને આસનને અભિગ્રહ કરતા હોય, તેમને ઊંચાં અને સ્થિર રાખતા હોય, તેમને વારંવાર પ્રયજન વિના બાંગ્યા ન કરતા હોય, આસને માપસર રાખતા હોય, શય્યા કે આસનેને તડકો દેખાડતા હોય, પાંચે સમિતિઓમાં સાવધાન હોય, વારંવાર વારંવાર પડિલેહણા કરતા હોય અને પ્રમાર્જના કરવા બાબત કાળજી રાખતા હોય તેમને તે તે રીતે સંયમની આરાધના કરવી સુગમ પડે છે.
૨૮૨ વર્ષવાસ રહેલાં નિને કેમિāથીઓને શૌચને સારુ અને લઘુશંકાને સારુ ત્રણ જગ્યાઓ પડિલેહવી ખપે, જે રીતે વર્ષાઋતુમાં કરવાનું હોય છે તે રીતે હેમત અને ગ્રીષ્મઋતુમાં કરવાનું નથી હોતું.
પ્રવર્તે હે ભગવન્ ! તે એમ કેમ કહેલું છે?
ઉ૦-વર્ષાઋતુમાં પ્રાણ, તૃણો, બીજે, પનકે, અને હરિત એ બધાં ઘણે ભાગે વારંવાર થયાં કરે છે. (માટે ઊપર પ્રમાણે કહેલું છે.)
- ૨૮૩ વર્ષવાસ રહેલાં નિગ્રંથાએ કે નિáથીઓએ ત્રણ પાત્રોને ગ્રહણ કરવાં ખપે, તે જેમકે; શૌચને સારુ એક પાત્ર, લઘુશંકાને સારુ બીજું પાત્ર અને કફ બડખા કે લીંટને સારુ ત્રીજું પાત્ર.
* ૨૮૪ વર્ષાવાસ રહેલાં નિર્ચાએ કે નિર્ચથીઓએ માથા ઊપર માપમાં માત્ર ગાયના રુંવાડા જેટલા પણ વાળ હોય એ રીતે પર્યુષણ પછી તે રાતને ઊલંઘવી નો ખપે અર્થાત્ વર્ષાઋતુના વીશ રાત સહિત એક માસની છેલી રાતને ગાયના રુંવાડા જેટલા પણ માથા ઉપર વાળ હોય તે રીતે ઊલંઘવી ને ખપે.