Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહે છે?
ઉ –એમ કરવામાં આચાર્યો પ્રત્યાયને કે અપ્રત્યાયને એટલે હાનિને કે લાભને જાણતા હોય છે.
ર૭૭ વર્ષાવાસ રહેલો ભિક્ષુ કેઈપણ જાતની એક ચિકિત્સા કરાવવા ઈચ્છે તે એ સબંધે પણ બધું તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું. - ૨૭૮ વર્ષાવાસ રહેલો ભિક્ષુ, કેઈ એક પ્રકારના પ્રશંસાપાત્ર, કલ્યાણકારી, ઉપદ્રને દૂર કરનારા, જાતને ધન્ય કરનારા, મંગલના કારણ, સુશેન અને મોટા પ્રભાવશાલી પકર્મને સ્વીકારીને વિહરવા ઈચ્છે તો એ સંબંધે પણ બધું પૂછવાનું) તે જ પૂર્વ પ્રમાણે કહેવાનું.
* ૨૭૯ વર્ષાવાસ રહેલે ભિક્ષુ, સૌથી છેલ્લી મારણાંતિક સંખનાને આશ્રય લઈ તે દ્વારા શરીરને ખપાવી નાખવાની વૃત્તિથી આહારપાણને ત્યાગ કરી પાદપિપગત થઈ મૃત્યુનો અભિલાષ નહીં રાખતે વિહરવા ઈ છે અને એ સંલેખનાના હેતુથી ગૃહસ્થના કુલ ભણી નીકળવા ઈછે અથવા તે તરફ પિસવા ઇરછે અથવા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરવા ઇછે અથવા શૌચને કે પેશાબને પરઠવવા ઈછે અથવા સ્વાધ્યાય કરવા ઈચ્છે અથવા ધર્મજાગરણ સાથે જાગવા ઈચછે, તે એ બધી પ્રવૃત્તિ પણ આચાર્ય વગેરેને પૂછયા વિના તેને કરવી ન ખપે, એ તમામ પ્રવૃત્તિઓ સંબંધે પણ બધું તે જ પૂર્વપ્રમાણે કહેવું.
૨૮૦ વર્ષાવાસ રહેલે ભિક્ષુ, કપડાને અથવા પાત્રને અથવા કંબલને અથવા પગપુછણાને અથવા બીજી કેઈ ઉપધિને તડકામાં તપાવવા ઈચ્છે, અથવા તડકામાં વારંવાર તપાવવા ઈચ્છે તો એક જણને અથવા અનેક જણને ચોક્કસ જણાવ્યા સિવાય, તેને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું અથવા પેસવું ને ખપે, તથા અશન પાન ખાદિમ કે સ્વાદિમને આહાર કરે ને ખપે, બહાર વિહારભૂમિ તરફ અથવા વિચારભૂમિ તરફ જવું ને ખપે, અથવા સજઝાય કરવાનું ને ખપે અથવા . કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન માટે બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું ન ખપે.
અહીં કેઈ એક અથવા અનેક સાધુ પાસે રહેતા હોય અને તેઓ હાજર હોય તો તે ભિક્ષુએ તેમને-આ રીતે કહેવું ખપેઃ “હે આર્યો! તમે માત્ર આ તરફ ઘડીકવાર ધ્યાન રાખજે જેટલામાં હું ગૃહપતિના કુલ ભણી જઈ આવું યાવત્ કાઉસગ્ગ કરી આવું, અથવા દયાન માટે બીજા કેઈ આસનમાં ઊભો રહી આવું. જે તે સાધુ કે સાધુઓ ભિક્ષુની વાતને સ્વીકાર કરી ધ્યાન રાખવાની હા પાડે તે એ રીતેં એ ભિક્ષને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું ખપે યાવત્ કાઉસગ્ન કરવાનું અથવા ધ્યાન સારુ બીજા કેઈ આસનમાં ઊભા રહેવાનું ખપે, અને જે તે સાધુ કે સાધુઓ ભિક્ષની વાતને સ્વીકાર ન કરે એટલે ધ્યાન રાખવાની ના પાડે તો એ રીતે એ ભિક્ષુને ગૃહપતિના કુલ ભણી આહાર માટે અથવા પાણી માટે નીકળવું કે પેસવું