Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 452
________________ એટલે પીડામાંથી પેદા થયેલું, ધ્યાન એટલે વિચાર, આસ્વાદન-માત્ર ચાખી જેવું-એક કણને પણ ચાખી જેવી. ઈસમિતિ-ઈર્યો એટલે ચાલવું. સમિતિ એટલે સાવધાની. અર્થાત્ ચાલવામાં કે એવી બીજી કોઈ ગતિવાળી પ્રવૃત્તિ કરતાં એવી જાતની સાવધાની રાખવી જોઈએ કે જેથી કોઈ પણ આજુબાજુના ચેતન પ્રાણીને પીડા ન પહોંચે, સંયમની મર્યાદાને ભંગ ન થાય અને પ તાની પ્રવૃત્તિ પણ બરાબર સધાય. ઉપપાત–નરકનાં પ્રાણીઓ નારકીમાં જનમ અને દેવગતિના પ્રાણીઓને દેવગતિમાં જનમ. ચેકટ-ઉફાળો આવી જાય એ રીતે ગરમ કરેલું પાણી–જેમાં દાણા વગેરેની એક પણ કણી ન હોય. ઉત્સર્પિણું-(જુઓ “આરા). ઉદિમ-પીસેલા અનાજવાળું પાણી અથવા કેઈપણું પીસેલા અનાજવાળા હાથ વગેરે જે પાણીમાં બોળેલા હોય કે ધોયેલા હોય તે પાણી. રજુમતિ-જે જ્ઞાનવડે મનવાળાં પ્રાણી એના મનના ભાવો જાણી શકાય તેવું અનુમતિ મન:પર્યાયજ્ઞાન. આ જ્ઞાન થયા પછી ચાલ્યું પણ જાય છે અને આમાં જોઈએ તેવી વિ શુદ્ધિ નથી હોતી.. એણાસમિતિ-એષણા-તપાસ કરવી. સમિતિ એટલે સાવધાની, અર્થાત્ ખાવાપીવાની કે પહેરવાઢવાની વા પોતાની પ્રવૃત્તિમાં ઉપયોગમાં આવે તેવી તમામ વસ્તુઓ વિશે તપાસ કરવી એટલે એવી વસ્તુઓ બનતાં કેવા કેવા પ્રકારની હિંસા, અનીતિ, જૂક વગેરે દૂષિત પ્રવૃત્તિએ થાય છે વા એવી વસ્તુઓ મેળવવામાં કયા કયા ચેતન પ્રાબીઓને ભારે આઘાત થાય છે, આવી તપાસ કર્યા પછી જે વસ્તુએની બનાવટ પાછળ ઓછામાં ઓછાં કે મુદ્દલ હિંસા વગેરે થતાં ન જણાય વા જે વસ્તુઓ મેળવતાં ઓછામાં ઓછાં હિંસા વગેરે થતાં જણાય તે વસ્તુઓને ઉપયોગ કરે. કાઉસગ–ઊભા ઊભા ધ્યાન કરવાનું એક પ્રકારનું આસન. કાયમુર્તિ-શરીરનેંસ્થિર રાખવું–તેના અવ યાને હલાવ્યા ન કરવા તથા પાસે રહેલા કેઈપણ ચેતન પ્રાણીને લેશ પણ પીડા ન પહોંચે એ રીતે શરીરને રાખવું કે તેના બીજા હાથ પગ વગેરે અવયવોને રાખવા અને સંયમને જરાપણ બાધા ન થાય એવું શરીરનું આસન ગોઠવવું. કુલકર-કુલને કરનારા-જે વખતે માનવ પ્રજામાં કુલોની-જસ્થામાં રહેવાની પ્રથા ન હતી. તે વખતે શરૂશરૂમાં જેઓએ કુલેમાં રહેવાની પ્રથા પાડી તેઓ કુલકર. ક્રત-આ શબ્દનો વેદિક પરિભાષામાં “યજ્ઞ અર્થ છે પણ જૈન પરિભાષામાં

Loading...

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458