Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 453
________________ . . શ્રાવકને કરવાની અમુક પ્રકારની “તપશ્ચર્યા’ અર્થ છે. કેવંતવજ્ઞાન-જે જ્ઞાન સમસ્ત બ્રહ્માંડના - જડ અને ચેતન તમામ ભાવેને જાણે, એ તમામ ભાવોના પરિણામેને પણ જાણે, ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ બધું જે વડે જણાય તેવું જ્ઞાન કેવલવરજ્ઞાન જૈન પરિ ભાષામાં છે. ક્ષુલ્લક-નાની ઉમરને સાધુ. ક્ષહિલકા-નાની ઉમરની સાધ્વી. ખાદિમ-ફળ વગેરે ખાદ્ય ગણધર-તીર્થંકરના મુખ્ય શિખ્ય વગેરે ગણનાયકે–ગણતંત્ર એટલે પ્રજાસત્તાક રાજ્યના નેતાઓ-પ્રધાન પુરુષે ગણાયછેદક-ગચ્છના વિકાસ માટે સાધુ એની મંડળીને બહાર લઈ જનાર અને તેને સંયમની દષ્ટિએ બરાબર સંભાળનાર મુનિ. ગણી-જેમની પાસે આચાર્યો શાઓને અભ્યાસ કરે અથવા ગણ-મુનિ 'ગણના વ્યવસ્થાપક આચાર્ય ગોત્રકમ જુઓ “આઠ કર્મશત્રુઓ) • દહાસન-ગાયને દોહતી વખતે ગોવાળ જેવું આસન કરીને બેસે તે આસન. ગંધહસ્તી-જેની ધથી બીજા સાધારણ છે. હાથી ભય પામે તે ઉત્તમ પ્રકારને હાથી ચઉદસમ ભકત-એક સાથે ચૌદ ટંક સુધી કેઈપણ જાતના આહારને અને પાણીને ત્યાગ અથવા એકલા આહારનો ત્યાગ. ચતુર્થભકત-એક સાથે ચાર ટૂંક સુધી કોઈપણ જાતના આહારને અને પાણીને ત્યાગ અથવા એકલા આહારને ત્યાગ. ચવીને-વ્યવન–દેવ અને નારકના મરણને જૈન પરિભાષામાં “ચ્યવન” કહેવાય છે અર્થાત્ “ચવવું” એટલે દેવ કે નારકનું મરણ. ચાલેદક-ચાવલનું પાણી અર્થાત્ જેમાં ચોખા ધોયા હોય તે ધણુ. ચૌદપૂર્વી જેન પરંપરાનાં મૂળ-અંગ-શાસ્ત્રો બાર છે. તેમાં બારમાં શાસ્ત્રને “દિશા” નામને એક ભેદ છે. તેમાં આ ચૌદ પૂર્વે આવે છે. પૂર્વે એટલે પૂર્વનાં-પહેલાનાં-ગ્રંથે. જેને એ ચાદપૂર્વનું સંપૂર્ણ જ્ઞાન હોય તે ચાદપૂર્વી. છએ અગેના-વેદનાં છ અંગ છે. ૧ શિક્ષા-ઉચ્ચારણનું શાસ્ત્ર ૨ કલ્પ– કર્મકાંડનું કે આચારવ્યવહારનું શાસ્ત્ર ૩વ્યાકરણ ૪ તિષશાસ્ત્ર ૫ છંદશાસ્ત્ર ૬ નિરુક્ત એટલે વ્યુત્પત્તિનું શાસ્ત્ર. ચિકિત્સા-રાગનો ઉપચાર કરે-ઓસડ વેસડ કરવાં. . . છદ્ભકત-એક સાથે છ ટકા સુધી કોઈ પણ જાતના આહારને અને પાણીને ત્યાગ અથવા એકલા આહારને ત્યાગ.

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458