Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 449
________________ ૨૮૯ વર્ષાવાસ રહેલાં નિર્ગાને કે નિગ્રંથીઓને ગ્લાનમાંદા-ના કારણને લીધે યાવતુ ચાર કે પાંચ જન સુધી જઈને પાછા વળવાનું ખપે. અથવા એટલી મર્યાદાની અંદર રહેવાનું પણ ખપે, પરંતુ જે કાર્ય સારુ જે દિવસે જ્યાં ગયા હોય ત્યાંનું કાર્ય પૂરું થયા પછી ત્યાંથી તુરત નીકળી જવું જોઈએ- ત્યાં રાત વીતાવવી ન ખપે અર્થાત્ રાત તે પોતાના સ્થાનમાં જ વીતાવવી ખપે. ૨૯એ પ્રમાણેના આ સ્થવિરકલ્પને સૂત્રમાં કહ્યા પ્રમાણે, કપના–આચારના ધોરણ પ્રમાણે ધર્મમાર્ગને અનુસાર, જે રીતે સાચું હોય એ રીતે શરીરદ્વારા સ્પર્શીને– ક્રિયામાં મૂકીને, બરાબર પાળીને, શુદ્ધ કરીને અથવા સુશોભન રીતે દીપાવીને, તરસુધી લઈ જઈને–જીવનના છેડા સુધી પાળીને, બીજાને સમજાવીને, બરાબર આરાધીને અને ભગવાનની આજ્ઞા પ્રમાણે અનુપાલન કરીને કેટલાક શ્રમણ નિગ્રંથ તે જ ભવમાં સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે અને સર્વદુઃખના અંતને કરે છે. બીજા કેટલાક બીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુઃખના અંતને કરે છે. બીજા કેટલાક ત્રીજા ભવમાં સિદ્ધ થાય છે યાવત્ સર્વ દુના અંતને કરે છે. વળી, તે રીતે સ્થવિરકલ્પને આચરનારા સાત કે આઠ ભાવથી આગળ ભમતા નથી અર્થાત્ એટલા ભવની અંદર સિદ્ધ થાય છે યાવત્ સર્વદુઃખના અંતને કરે છે. ' ર૯૧ તે કાલે તે સમયે રાજગૃહ નગરમાં ગુણશિલક ચિત્યમાં ઘણા શ્રમની, ઘણી શ્રમણીઓની. ઘણા આવકની, ઘણી શ્રાવિકાઓની, ઘણા દેવાની અને ઘણી દેવીઓની વચ્ચોવચ્ચ જ બેલા જ ભગવાન મહાવીર એ પ્રમાણે કહે છે, એ પ્રમાણે ભાખે છે, એ પ્રમાણે જણાવે છે, એ પ્રમાણે પ્રરૂપણ કરે છે અને પજવણ૫પપશમનને આચાર-ક્ષમાપ્રધાન આચાર–નામના અધ્યયને અર્થ સાથે હેતુ સાથે; કારણ સાથે, સૂત્ર સાથે, અર્થ સાથે, સૂત્ર તથા અર્થ બન્ને સાથે અને સ્પષ્ટીકરણ વિવેચને સાથે વારંવાર રેખાડે છે–સમજાવે છે. એમ હું કહું છું. ' - પાસવણાકપ ને અનુવાદ) સમાપ્ત થયું. આઠમું અધ્યયન સમાપ્ત થયું.

Loading...

Page Navigation
1 ... 447 448 449 450 451 452 453 454 455 456 457 458