Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
"૭૫
તે જેમકે; ૧ પ્રાણસૂમ, ૨ પનકસૂમ, ૩ બીજસૂમ, ૪ હરિતસૂમ, ૫ પુષ્પસૂમ, ૬ અંડસૂમ, ૭ લયનસૂમ, ૮ સ્નેહસૂક્ષ્મ.
૨૬૬ પ્રવ-હવે તે પ્રાણસૃહમ શું કહેવાય ?
ઉ૦-પ્રાણસૂમ એટલે ઝીણામાં ઝીણા નરી આંખે ન જોઈ શકાય તેવાં બેઈદ્રિયવાળા વગેરે સૂથમ પ્રાણે. પ્રાણસૂકમના પાંચ પ્રકાર જણાવેલા છે. તે જેમકે; ૧ કાળા રંગનાં સૂફમ પ્રાણ, ૨ નીલા રંગનાં સૂક્ષમ પ્રાણ, ૩ રાતા રંગનાં સૂક્ષમ પ્રાણ, ૪ પીળા રંગનાં સૂક્ષ્મ પ્રાણે, ૫ ધોળા રંગનાં સૂમ પ્રાણે. અનુદ્ધરી કુંથુઆ—કંથવા નામનું સૂક્ષમ પ્રાણી છે, જે સ્થિર હોય ચાલતું ન હોય તે છટ્વસ્થ નિની કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકતું નથી, જે સ્થિર ન હોય-ચાલતું હોય તે છતાસ્થ નિગ્રંથોની કે નિગ્રંથીઓની નજરમાં જલદી આવી શકે છે માટે છસ્થ નિગ્રંથ કે નિર્ચથીએ વારંવાર વારંવાર જેને જાણવાની છે, જેવાની છે અને સાવધાનતાથી કાળજીપૂર્વક પડિલેહવાની-સંભાળવાની–છે. એ પ્રાણસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
૨૬૭ પ્રક-હવે તે પનકસૂમ શું કહેવાય?
ઉ –ઝીણામાં ઝીણી નરી આંખે ન દેખી શકાય તેવી ફૂગી એ પનકસૂક્ષ્મપનસૂમના પાંચ પ્રકાર જણાવેલા છે, તે જેમકે; ૧ કાળી પનક, ૨ નીલી પનક, ૩ રાતી પનક, ૪ પીળી પનક, ૫ ધોળી પનક. કનક એટલે લીલફુલ-ફૂગી-સેવાળ. વસ્તુ ઊપર જે ફૂગી ઝીણામાં ઝીણી આંખે ન દેખી શકાય તેવી વળે છે તે, વસ્તુની સાથે ભળી જતા એકસરખા રંગની હોય છે એમ જણાવેલું છે. છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ જેને વારંવાર જાણવાની છે, જોવાની છે અને યાવત્ પડિલેહવાની છે. એ પનકસૂક્રમની સમજુતી થઈ ગઈ.
૨૬૮ પ્રહ–હવે બીજસૂમ શું કહેવાય ?
ઉ–બીજ એટલે બી. ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું બી એ બીજસૂમ, એ બીજસૂમ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે, ૧ કાળું બીજસૂમ, ૨ નીલું બીજસૂમ ૩ રાતું બીજ સૂક્ષ્મ, ૪ પીળું બીજસૂમ, ૫ ધળું બીજ સૂક્ષ્મ, નાનામાં નાની કણી સમાન રંગવાળું બીજસૂમ જણાવેલું છે. અર્થાત્ જે રંગની અનાજની કણી હોય છે તે જ રંગનું બીજસૂકમ હોય છે, છદ્મસ્થ નિગ્રંથે કે નિગ્રંથીએ જેને વારંવાર વારંવાર જાણવાનું છે, જોવાનું છે અને પડિલેહવાનું છે. એ બીજસૂક્ષ્મની સમજુતી થઈ ગઈ.
૨૬૯ પ્રવ-હવે તે હરિતસૂક્ષ્મ શું કહેવાય ?
ઉ૦-હરિત એટલે તાજું નવું ઉગેલું, ઝીણામાં ઝીણું નરી આંખે ન દેખી શકાય તેવું હરિત, એ હરિતસૂફમ. એ હરિતસૂક્ષ્મ પાંચ પ્રકારનું જણાવેલું છે. તે જેમકે; ૧ કાળું