Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
७३
ત્યાં જે તેમના પહેચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલા બિલિંગસૂપ મળતા હાય અને ચાવલ–એવન તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર કરેલે મળતા હોય તે તેમને ભિલિંગસૂપ લેવા ખપે, ચાવલ-એદન લેવા ના ખપે.
ત્યાં તેમના પહેોંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં મળતાં હોય તો તેમને તે બન્ને વાનાં લેવાં ખપે.
ત્યાં તેમના પહેાંચ્યા પહેલાં એ બન્ને વાનાં અગાઉથી તૈયાર થયેલાં ન મળતાં હોય અને તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર કરેલાં મળતાં હોય તા એ રીતે તેમને તે અને વાનાં લેવાં ન ખપે.
તેમાં જે તેમના પહોંચ્યા પહેલાં અગાઉથી તૈયાર થયેલું હોય તે તેમને લેતું ખપે અને તેમાં જે તેમના પહેાંચ્યા પછી પાછળથી તૈયાર થયેલું હોય તે તેમને લેવું ના ખર્ચે. ૨૫૮ વર્ષીવાસ રહેલાં અને ભિક્ષા લેવાની ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતા હોય ત્યારે તેને કાં તે માગની એથે નીચે, કાં તેા ઉપાશ્રયની એથે નીચે, કાં તા વિક્રગૃહની નીચે, કાં તેા ઝાડના મૂળની એથે નીચે ચાલ્યું જવું ખપે અને ત્યાં ગયા પછી પણ પહેલાં મેળવેલાં આહાર અને પાણી રાખી સૂકી વખત ગુમાવવાનું ન ખપે, ત્યાં પહોંચતાં જ વિકટકને ખાઈ પી લઈ પાત્રને ચાકખ કરીને સાફ કરીને એક જગ્યાએ સારી રીતે બાંધી કરીને સૂર્ય બાકી હોય ત્યાં જ એ તરફ ઉપાશ્રય છે તે જ તરતૢ જવું ખપે, પણ ત્યાં જ તે રાત ગાળવા તેમને ના ખપે."
૨૫૯ વર્ષીવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ પડતા હોય ત્યારે તેને કાં તે ખગની એથે નીચે, કાં તેા ઉપાશ્રયની એથે નીચે, ચાવત્ ચાલ્યું જતું ખપે.
(૧) ત્યાં તે એકલા નિગ્રંથને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ના ખપે. (ર) ત્યાં તે એકલા નિગ્રંથને એ નિગ્રંથીની સાથે ભેગા રહેવું ના ખપે. (૩) ત્યાં એ નિગ્રંથાને એકલી નિગ્રંથીની સાથે ભેગા રહેવું ને ખપે, (૪) ત્યાં એ નિગ્રંથાને બે નિગ્રંથીઓની સાથે ભેગા રહેવું ના ખપે.
ત્યાં કાઈ પાંચમેા સાક્ષી રહેવા જોઈએ, ભલે તે ક્ષુલ્લક હોય અથવા ક્ષુલ્લિકા હોય અથવા ખીજાએ તેમને જોઇ શકતા હોય—બીજાઓની નજરમાં તેઓ આવી શકતા હોય—અથવા ઘરનાં ચારે બાજુનાં ખારણાં ઉઘાડાં હોય તે એ રીતે તેને એકલા રહેવું ખપે.