Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
૨
છે કે ઉપાશ્રયથી માંડીને આગળ આવેલાં ઘરમાં જ્યાં સંખડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિર્ચ કે નિગ્રંથીઓને જવું ન ખપે. કેટલાક વળી એમ કહે છે કે ઉપાશ્રયથી માંડીને પરંપરાએ આવતાં ઘરમાં જ્યાં સંખંડિ થતી હોય ત્યાં નિષિદ્ધઘરને ત્યાગ કરનારાં નિર્ચાને કે નિગ્રંથીઓને જવું ન ખપે.
૨૫૩ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષને કણ માત્ર પણ સ્પર્શ થાય એ રીતે . વૃષ્ટિકાય પડતું હોય અર્થાત્ ઝીણી ઓછામાં ઓછી ફરફર પડતી હોય ત્યારે ગૃહપતિના કુલ તરફ ભોજન માટે અથવા પાણી માટે નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૪ વર્ષાવાસ રહેલા કરપાત્રી ભિક્ષુને પિંડપાત-ભિક્ષા લઈને અઘરમાં-જ્યાં ઘર ના હોય ત્યાં-અગાસામાં રહેવું એટલે અગાસામાં રહીને ભોજન કરવું ન ખપે. અગાસામાં રહેતાં–ખાતાં કદાચ એકદમ વૃષ્ટિકાય પડે તે ખાધેલું થોડુંક ખાઈને અને બાકીનું થોડુંક લઈને તેને હાથ વડે હાથને ઢાંકીને અને એ હાથને છાતી સાથે દાબી રાખે અથવા કાખમાં સંતાડી રાખે. આમ કર્યા પછી ગૃહસ્થોએ પિતાને સારુ બરાબર છાયેલાં ઘરે તરફ જાય, અથવા ઝાડનાં મૂળે તરફ-ઝાડની ઓથે જાય; જે હાથમાં ભેજન છે તે હાથવડે જે રીતે પાણી કે પાણી છાંટે અથવા ઓછામાં ઓછી ઝીણી ફરફર-ઝાકળ-એસ વિરાધના ન પામે તે રીતે તે–રહે. - ૨૫૫ વર્ષોવાસ રહેલા કરપાત્રી ભિક્ષને જ્યારે જે કાંઈ કણમાત્ર પણ સ્પર્શ થાય એ રીતે ઓછામાં ઓછી ઝીણી ફરફર પડતી હોય ત્યારે ભોજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે તેમ તે તરફ પેસવું ને ખપે.
૨૫૬ વર્ષાવાસ રહેલા પાત્રધારી ભિક્ષને અખંડધારાએ વરસાદ વરસતે હોય ત્યારે ભજન માટે અથવા પાણી માટે ગૃહપતિના કુલ તરફ નીકળવું ને ખપે. તેમ તે તરફ પેસવું ને ખપે. ઓછો વરસાદ વરસતો હોય ત્યારે અંદર સૂતરનું કપડું અને ઊપર ઊનનું કપડું ઓઢીને ભેજન સારુ અથવા પાણી સારુ ગૃહપતિના કુલ તરફ તે ભિક્ષુને નીકળવું ખપે તેમ તે તરફ પેસવું ખપે.
૨૫૭ વર્ષાવાસ રહેલા અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કુલમાં પેઠેલાં નિગ્રંથને કે નિગ્રંથીને રહી રહીને-આંતરે આંતરે વરસાદ પડે ત્યારે બાગમાં (ઝાડની) નીચે જવું ખપે અથવા ઉપાશ્રયની નીચે જવું ખપે અથવા વિકટગ્રહની એટલે ચોરા વગેરેની નીચે જવું ખપે અથવા ઝાડના મૂલની ઓથે જવું ખપે.
ઉપર જણાવેલી જગ્યાએ ગયા પછી ત્યાં જે તે નિગ્રંથ કે નિથી પહોંચ્યા પહેલાં જ અગાઉથી તૈયાર કરેલા ચાવલાદને મલતા હોય અને તેમના પહોંચ્યા પછી પાછળથી તૈયાર કરેલું ભિલિંગસૂપ એટલે મસૂરની દાળ કે અડદની દાળ વા તેલવાળે સૂપ મળતો હોય તો તેમને ચાવલાદન ખપે અને ભિલિંગસૂપ લેવો ન ખપે.