Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab

View full book text
Previous | Next

Page 442
________________ - ૨૬૦ વર્ષાવાસ રહેલાં અને ભિક્ષા લેવાની વૃત્તિથી ગૃહસ્થના કલમાં પેકેલાં નિગ્રંથને જયારે રહી રહીને આંતરે આંતરે વરસાદ વરસતે હોય ત્યારે તેને કાં તો બાગની ઓથે નીચે કાં તો ઉપાશ્રયની ઓથે નીચે ચાલ્યા જવું ખપે. ત્યાં એકલા નિગ્રંથને એકલી ઘરધણિયાણીની સાથે ભેગા રહેવું ને ખપે. અહીં પણ ભેગા નહીં રહેવા સંબંધે પૂર્વ પ્રમાણે ચાર ભાંગા સમજવા. ત્યાં કોઈ પાંચમો પણ સ્થવિર કે સ્થવિર હોવો જોઈએ અથવા તેઓ બીજાએની નજરમાં દેખી શકાય તેમ રહેવાં જોઈએ અથવા ઘરનાં ચારે બાજુનાં બાર ઉઘાડાં હોવાં જોઈએ, એ રીતે તેઓને એકલા રહેવું ખપે - ૨૬૧ અને એ જ પ્રમાણે એકલી નિગ્રંથી અને એકલા ગૃહસ્થના ભેગા નહીં રહેવા સંબંધે પણ ચાર ભાંગા સમજવા ૨૬૨ વર્ષાવાસ રહેલાં નિર્ચને કે નિāથીઓને બીજા કેઈએ જણાવ્યા સિવાય, બીજા કોઈને જણાવ્યા સિવાય તેને માટે અશન પાન ખાદિમ કે સ્વાદિમ લેવું ન ખપે. પ્રવેહે ભગવન્! તે એમ કેમ કહો છે? ઉ–બીજા કેઈએ જણાવ્યા સિવાય, બીજા કેઈને જણાવ્યા સિવાય આણેલું અશન વગેરે ઈચ્છા હોય તે બીજે ખાય, ઈચ્છા ન હોય તે બીજે ન ખાય. • - ૨૬૩ વર્ષાવાસ રહેલાં નિરૈને કે નિáથીઓને તેમના શરીર ઉપરથી પાણી ટપકતું હોય છે તેમનું શરીર ભીનું હોય તે અશન પાન ખાદિમ કે સ્વાદિમને ખાવું ને ખપે. ૨૬૪ પ્ર-હે ભગવન્! તે એમ કેમ કહો છે? . ઉવ-શરીરના સાત ભાગ નેહાયતન જણાવેલા છે એટલે શરીરના સાત ભાગ એવા છે કે જેમાં પાણી ટકી શકે છે, તે જેમકે, ૧ બને હાથ, ૨ બન્ને હાથની રેખાઓ, ૩ આખા નખ, ૪ નખનાં ટેરવાં, ૫ બન્ને ભવાં, ૬ નીચેના હોઠ એટલે દાઢી, ૭ ઊપરને હોઠ એટલે મૂંછ. હવે તે નિર્ચને કે નિગ્રંથીઓને એમ જણાય કે મારું શરીર પાણી વગરનું થઈ ગયું છે, મારા શરીરમાં પાણીની ભીનાશ મુદલ નથી તે એ રીતે તેમને અશન પાન ખાદિમ સ્વાદિમને આહાર કરવો ખપે. ૨૬૫ અહીં જ વર્ષાવાસ રહેલાં નિએ અથવા નિર્ચથીઓએ આ આઠ સૂમ જાણવાં જેવાં છે, હરકે છદ્મસ્થ નિગ્રંથ કે નિગ્રંથીએ વારંવાર વારંવાર એ આઠ સૂમો જાણવા જેવાં છે, જેવાં જેવાં છે અને સાવધાનતા રાખી એમની પડિલેહણા-કાળજી-કરવાની છે.

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458